PM મોદીના આગમન પહેલાં જ પાવાગઢમાં ચોમેર પોલીસ જ પોલીસ જ ફેરવાઈ ગઈ, સુરક્ષાની તૈયારી જોઈને ચકિત રહી જશો

આવતીકાલે PM મોદી પાવાગઢ મંદિરે દર્શન કરવા જશે. PM મોદીના આ આગમનને લઇને ચુસ્ત રીતે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઇ છે. PM મોદીના આગમનને લઈને પાવાગઢ પોલીસ છાવણીમાં ફેરવાયું છે.

3 હજાર સુરક્ષાકર્મીઓ બંદોબસ્તમાં ગોઠવી દેવાયા છે. 2 IG, 7 SP, 23 DySP અને 44 PI બંદોબસ્તમાં ગોઠવી દેવાયા છે. હેલિપેડ, પાવાગઢ ગામ, ડુંગર પ્રવેશ દ્વાર ખાતે SPG કમાન્ડો તૈનાત કરી દેવાયા છે. ઘટનાસ્થળે હેલિકોપ્ટર સહિત કોન્વોય રિહર્સલ કરવામાં આવ્યું.

image source

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 18 જુનના રોજ પાવાગઢ મહાકાળી માતાજીના દર્શનાર્થે આવી રહ્યા છે. જેને લઈ PM મોદીના આગમન પૂર્વે સાંજના લાઇટિંગના દ્રશ્યોનો વિડીયો સામે આવ્યો છે. પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે અલગ-અલગ પ્રકારની લાઇટોથી શણગાર કરવામાં આવ્યો છે. પાવાગઢમાં પહેલા ક્યારેય ના જોયો હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે.

પંચમહાલ જિલ્લામાં આવેલો પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે આગામી 18 તારીખના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાવાગઢ ખાતે પધારી રહ્યા છે. ત્યારે પાવાગઢ ખાતે વિકાસના કાર્યોની એક ઝાંખી દર્શાવતો વિડિયો સામે આવ્યા છે. વર્ષો પહેલા દેખાતું પાવાગઢ આજે વિકાસથી ભરપુર નયનરમ્ય દ્રશ્યો પણ જોવા મળે છે. લોકોને પડતી અગવડને કારણે વિકાસના કાર્યો થયા બાદ આજે લોકો સહેલાઈથી દર્શન કરી રહ્યા છે.

પાવાગઢ ખાતે કરોડોના ખર્ચે વિકાસના કાર્યો વડાપ્રધાન મોદી દ્વારા વિકાસના કાર્યોનો નિરીક્ષણ અને લોકાર્પણ કરશે. આગામી સમયમાં પાવાગઢનો વિકાસ વધવાની શક્યતાઓ સ્પષ્ટ દેખાઈ રહી છે. જેને લઇને યાત્રિકોમાં પણ વધારે ધસારો જોવા મળી રહ્યો છે. આ તરફ વિકાસની એક ઝાંખી ધરાવતો વીડિયો ડ્રોન કેમેરામાં કંડારાઇ ગયા છે. જેમાં ડુંગર ઉપર નયનરમ્ય દ્રશ્ય દેખાઈ રહ્યા છે.

image source

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 18 જુનના રોજ પાવાગઢ મહાકાળી માતાજીના દર્શનાર્થે આવી રહ્યા છે. જેને લઈ સુરક્ષાના કારણોસર મંદિર ટ્રસ્ટ દ્વારા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા 16 જૂનના બપોરથી યાત્રાળુઓ માટે મંદિરમાં દર્શન બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે બાદમાં 18 જૂને PM મોદીની પાવાગઢ મંદિરની મુલાકાત બાદ 18 જૂને 3 વાગ્યા બાદ ભક્તો કરી દર્શન શકશે.