ગર્ભાવસ્થામાં ગેસની સમસ્યાને દૂર કરવા અપનાવો આ ઘરેલુ ઉપાયો, નહિં થાય કોઇ આડઅસર

દરેક સ્ત્રીના જીવનમાં એક સમય એવો આવે છે જ્યારે તે ગર્ભવતી હોય.આ સમય તેની આખી જીંદગી માટે એક સુખદ ભાવના છે.તે જ સમયે,આ દરમિયાન કેટલીક સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે.આજે આ લેખમાં અમે તમને ગર્ભાવસ્થા સમયે જો ગેસની સમસ્યા થાય ત્યારે શું કરવું તેના વિશે જણાવીશું.

image source

જયારે સ્ત્રી ગર્ભવતી હોય અને તેને ગેસની સમસ્યા થાય,તો તે આ સમસ્યાથી રાહત મેળવવા માટે ઘણાં પગલાં પણ લે છે,જેમાંથી કેટલાક અસરકારક સાબિત થાય છે અને કેટલાક બિનઅસરકારક સાબિત થાય છે.તેથી, આ લેખમાં આપણે ગર્ભાવસ્થા દરમિયાન ગેસની સમસ્યા વિશે વિગતવાર ચર્ચા કરીશું અને તેનાથી રાહત મેળવવા માટે કેટલાક ઉપાયો પણ જણાવીશું.

જાણો ગર્ભાવસ્થા સમયે ગેસની સમસ્યા કેમ થાય છે ?

1.કબજિયાતના કારણે

image source

ગર્ભાવસ્થા દરમિયાન ખોરાકને યોગ્ય રીતે ન પચવાને કારણે કબજિયાતની સમસ્યા થઈ શકે છે.નબળી પાચનની શક્તિને કારણે ખોરાક આંતરડામાં લાંબા સમય સુધી રહે છે અને ગેસ થવાનું શરૂ થાય છે.

2. મળાશયમાં બેક્ટેરિયાનું સંતુલન:

image source

જ્યારે મળાશયમાં બેક્ટેરિયાના સંતુલનમાં ખલેલ થાય છે ત્યારે ગેસની સમસ્યા શરૂ થાય છે.

3. વધતું વજન:

image source

ગર્ભાવસ્થામાં વારંવાર ભૂખને લીધે ઘણી સ્ત્રીઓની વારંવાર જમ્યા કરે છે,જેના કારણે તેઓમાં વજન વધવાનું શરુ થાય છે.વજન વધવાના કારણે પણ ગર્ભવતીને ગેસની સમસ્યા થવા લાગે છે.

4.ખાવાની બેદરકારી:

image source

કેટલાક ખોરાક છે,જે ખાવાથી ગેસ થાય છે.કેટલીક સ્ત્રીઓને સેલિયાક રોગ હોય છે.જે લોકો આ રોગથી પીડાય છે તેઓ ધાન્યના લોટમાં રહેલું નત્રિલ દ્રવ્ય ધરાવતા ખોરાકને પચાવતા નથી અને તેથી ગેસની સમસ્યા ઉદ્ભવે છે.આવા લેક્ટોઝથી ભરપુર ખોરાક એટલે કે ખાવાથી કેટલીક સ્ત્રીઓને સમસ્યાઓ થઈ શકે છે,ખાસ કરીને ડેરી ઉત્પાદનો.આ ઉત્પાદનો પણ કેટલીકવાર ગેસની સમસ્યા કરે છે.

જાણો ગેસની સમસ્યા દૂર કરવા માટેના ઘરેલુ ઉપાય

image source

જો કે,ગર્ભાવસ્થા દરમિયાન ગેસથી રાહત મેળવવા માટે કોઈ સારવારની જરૂર નથી,કારણ કે ડિલિવરી પછી આ સમસ્યા દૂર જતી જ રહે છે.જો આ સમસ્યા હજી પણ તમને વધુ પરેશાન કરે છે,તો પછી તમે ઘરેલું ઉપચાર અપનાવી શકો.મોટાભાગના લોકો ગેસ જેવી સમસ્યાઓ માટે ઘરેલું ઉપાય વધુ પસંદ કરે છે.તો ચાલો જાણીએ ગેસની સમસ્યા દૂર કરવા માટેના ઘરેલુ ઉપાય.

image source

-ગેસની સમસ્યા દૂર કરવા માટે કેમોલી ચા ફાયદાકારક છે.જમ્યા પછી એક કપ કેમોલી ચા પીવાથી ગેસની સમસ્યા ઓછી થઈ શકે છે.
-એલચી ગેસથી રાહત માટે ખૂબ અસરકારક સાબિત થાય છે.જો તમને ગેસની સમસ્યા છે,તો તમે એલચી ખાઈ શકો છો.આ સિવાય એલચીની ચા પીવાથી પણ રાહત મળે છે.

image source

-તજનું સેવન કરવાથી પણ ગેસની સમસ્યા દૂર થઈ શકે છે.આ માટે તમે એક કપ ઉકળતા પાણીમાં એક ચમચી તજ પાવડર અને મધ મિક્સ કરો.જ્યારે પાણી નવશેકું થઈ જાય ત્યારે તેને પીવો આ તમને ગેસની સમસ્યાથી રાહત આપશ.

image source

-કોથમીરને એક કપ ગરમ પાણીમાં ક્રશ કરી થોડો સમય રાખો.ત્યારબાદ આ પાણીને ગાળીને પીવો.આ ઉપાયથી ગેસની સમસ્યામાં તરત રાહત મળશે.
-આદુને ગેસની સમસ્યાઓ માટેનો ઉપચાર માનવામાં આવે છે.આદુના રસમાં એક ચમચી થોડું મધ મેળવીને પીવાથી રાહત મેળવી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત