રામનવમી બાદ ભગવાન અને રૂકમણીનો 5 દિવસનો ભવ્ય લગ્નોત્સવ યોજાશે, માધવપુરનો મેળો પણ યોજાશે

પોરબંદર અને સોમનાથ વચ્ચે આવેલા માધવપુર ગામે 5240 વર્ષ પહેલા ભગવાન શ્રી માધવરાયજીના લગ્ન રાણી રુક્ષમણીજી સાથે મધુવનના જંગલમાં યોજાયા હતા જે પરંપારા આજે પણ માધવપુર માં જળવાય રહી છે. ધુળેટીના દિવસે ભગવાન માધવરાયજીના ના લગ્નની કંકોત્રી લખાઈ છે. ત્યારબાદ રામનવમી થી પાંચ દિવસ ધામધૂમ પૂર્વક લગ્નોતશવ ઉજવાય છે.

image source

રામનવમી થી 3 દીવસ માધવરાય મંદીરે થી વર્ણાગી નિકળે છે. ચૈત્ર સુદ બારસના દીવસે ભગવાન શ્રીકુષ્ણ અને રૂક્ષમણીજીના લગ્નઉત્સવ ઉજવાઈ છે. માધવરાયજીના મંદીરે થી ભગવાનશ્રીકૃષ્ણ ને ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ રથમાં બિરાજમાન કરવામાં આવે છે. ત્યાર બાદ ભગવાન ની વાજતે ગાજતે જાન નિકળે છે. ઢોલ-શરણાઈ સાથે ની આ જાન માં શ્રધ્ધાળુઓ જાડાઈ છે અને રાસની રમઝટ બોલાવે છે. કિર્તન અને પદ ના ગાન સાથે ની જાન માધવપુરની બજારમાં વાજતે-ગાજતે નિકળે છે. ભગવાન ના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે.

ભગવાનના લગ્નનો માધવપુર અને આસપાસના વિસ્તારમાં અનેરો ઉત્સવ ઉજવવામાં આવે છે.ભગવાનની જાન જે રથમાં નીકળે છે તે રથ પણ લગભગ 125 વર્ષ જૂનો રથ છે.માધવપુરના જાપાથી મેળાની વચ્ચેથી ભગવાનનો રથ દોડે છે. આ અંગે એવી માન્યતા રહેલી છે કે ભગવાન શ્રીકૃષ્ણ એ રૂક્ષમણીનુ હરણ કરી અને રથ ને દોડાવ્યો હતો તે પરંપરા આજે પણ રથ ને દોડાવામાં આવે છે. ભગવાનની જાન મધુવન જંગલ ખાતે પહોચતા તેમના પોખણા કરવામાં આવે છે. ત્યાર બાદ ચોરી મર્યા ખાતે ભગવાન શ્રીકુષ્ણ અને રૂક્ષમણીજીના લગ્ન કરવામાં આવ્યા હતા

image source

તો બીજી તરફ રુક્ષમણીજી દેવીના મંદિર ખાતે પણ લગ્ન ની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. માતા રુક્ષમણી દેવીના મંદિરને પણ રંગ રોગન કરવામાં આવ્યું છે. ભગવાનના વાઘા, લાઈટ, મંડપ, કન્યા દાન, મામેરું, સોનુ, ચાંદી સહિત ની વસ્તુની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે મંડપમાંથી કન્યા પધરાવો સાવધાનનો પોકાર થશે ત્યારે અમો પાલખીમાં રુક્ષમણીજીને લઈ માળો સુધી જસુ ત્યાર ભાવ ભક્તિથી લોકો જોડાશે હાલ માતાજીના વસ્ત્રો અને પરિધાનની કન્યાદાન જેવી બધીજ તૈયારીઓ કરવામાં આવી રહી છે

માધવપુર મંદિર ટ્રસ્ટ અને રૂક્ષ્મણી મંદિર સાથે મળી ભગવાનના લગ્નો અને વિવિધ પ્રસંગો ઉજવવામાં આવે છે.છેલ્લા 2017 થી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ના ટુરિઝમ વિભાગ દ્રારા રાષ્ટ્રિયકક્ષા નો મેળો યોજાય છે બે વર્ષ થી કોરોના ના કારણે સાદગી પૂર્વક યોજાયો હતો હવે વિશ્વ ફલક પર મેળો અને માધવપુર નો મેળો આગવું સ્થાન પ્રાપ્ત થશે તેમજ આગામી દિવસોમાં માધવપુરનો વિકાસ થશે એક અનોખી ઓળખ ઉભી થશે