રેડ વાઇન માત્ર પીવા માટે જ નહિ પરંતુ, વાળ માટે પણ છે લાભદાયી, વાંચો આ લેખ અને જાણો…

જોકે દારૂ પીવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ઘણા લોકો ને રેડ વાઇન ગમે છે પરંતુ, યોગ્ય માત્રામાં રેડ વાઇન પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભો છે. તેનાથી હૃદયરોગનું જોખમ પણ ઘટે છે. રેડ વાઇન માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ ત્વચા અને વાળ માટે પણ ખૂબ ફાયદાકારક છે.

image soucre

વાળને સ્વસ્થ રાખવા માટે આપણે શું નથી કરતા. ક્યારેક તમે મહેંદી લગાવો છો, ક્યારેક ડુંગળીનો રસ અને ક્યારેક નાળિયેર તેલ લગાવો છો. પરંતુ વાળની ઘણી સમસ્યાઓ દૂર કરવા માટે રેડ વાઇન પણ લગાવી શકાય છે. હા, રેડ વાઇનમાં રિસેવેરાટ્રોલ હોય છે, જે વાળ ખરવા, પાતળા અને નબળા વાળ વગેરે જેવી વાળની સમસ્યાઓની સારવાર કરવામાં મદદ કરી શકે છે. શું તમે જાણો છો કે વાળ માટે રેડ વાઇનનો ઉપયોગ કેવી રીતે થાય છે ? જો નહીં, તો તેના વિષે આ લેખ દ્વારા જાણો.

માથાની ચામડીમાં ખંજવાળ :

image socure

જો તમારી ખોપરી પર ખંજવાળ હોય તો અડધો કપ રેડ વાઇન લો અને તેમાં બે ચમચી દળેલું લસણ ઉમેરો અને રાતોરાત છોડી દો. આ પેસ્ટ ને બીજા દિવસે સવારે સ્કેલ્પ અને વાળમાં લગાવો. દિવસમાં બે વાર આમ કરવાથી માથામાં ખંજવાળ આવવાથી રાહત મળશે.

ડેન્ડ્રફ દૂર કરવા માટે રેડ વાઇન :

image soucre

જો તમારા માથામાંથી કોઈ પણ રીતે ડેન્ડ્રફ નથી જતો તો તમારે એક કપ રેડ વાઇનમાં એક કપ પાણી ઉમેરી વાળ અને ખોપરી પર મસાજ કરવું જોઈએ. મસાજ પછી વાળને શાવર કેપ અને શેમ્પૂથી અડધા કલાક પછી ધોઈ લો. અઠવાડિયામાં બે વાર આવું કરો. તેનાથી વાળમાં રહેલો ખોડો દુર થાય છે.

વાળ ખરવાની સમસ્યા :

image soucre

જો તમે વાળ ગુમાવી રહ્યા છો, તો તેની સારવાર કરવાની જરૂર છે. કારણ કે વાળ ખરવાથી ટાલ પડી શકે છે. વાળ ખરતા અટકાવવા માટે સીધા વાળ અને માથાની ચામડી પર એક કપ રેડ વાઇન લગાવો. ત્યારબાદ હળવા હાથે મસાજ કરો અને પછી દસ થી પંદર મિનિટ માટે રહેવા દો. પછી હળવા શેમ્પૂ થી વાળ ધોઈ લો.

હેર ગ્રોથ માટે રેડ વાઇન :

image soucre

જો વાળ નો વિકાસ બંધ થઈ ગયો હોય તો બે ઇંડા ને ફેંટી લો અને તેમાં બે ચમચી નાળિયેર તેલ અને ઓલિવ ઓઇલ ઉમેરો અને ફરીથી ફેંટો. ત્યારબાદ તેમાં રેડ વાઇન ઉમેરીને મિશ્રણ બનાવો. હવે આ મિશ્રણ ને વાળ પર લગાવો અને વાળ ને અડધો કલાક રહેવા દો. અને પછી વાળમાં શેમ્પૂ કરો. અઠવાડિયામાં એકવાર આવું કરો.