શું તમે જાણો છો બ્યૂટીફૂલ દેખાવવા માટે રિયા ચક્રવર્તી ટ્રાય કરે છે દાદીમાના નુસખા, તમે પણ અપનાવો

હાલમાં છેલ્લા ઘણા સમયથી સુશાંત સિંહ રાજપૂત મર્ડર કેસને લઈને ચર્ચામાં રહેલી તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી ચર્ચામાં રહી છે. તેની બ્યૂટીને લઈને પણ અનેક વાતોને જણાવવામાં આવી રહી છે. હાલમાં જ રિયા ચક્રવર્તીનો બર્થ ડે પણ ગયો છે. બોલિવૂડમાં હાલમાં રિયા ચક્રવર્તી ખૂબ જ ચર્ચામાં રહી છે.

image source

એમટીવી ઈન્ડિયા અને વીજેના રૂપમાં પોતાની કરિયરની શરૂઆત કરનારી ચક્રવર્તી ફિટનેસની સાથે બ્યૂટીને પણ મહત્વ આપે છે. રિયા ચક્રવર્તી ક્યૂટ લૂક્સ અને સોફ્ટ અને ગ્લોઈંગ સ્કીનને માટે અપીલિંગ રહે છે. તો જાણો તમે પણ કે રિયા ચક્રવર્તી દાદીમાના કયા નુસખા ટ્રાય કરે છે.

image source

એક રિપોર્ટ અનુસાર રિયા ચક્રવર્તી સુંદરતાને કાયમ રાખવા માટે તેની દાદીમાએ આપેલા નુસખા અપનાવે છે. તેમનું માનવું છે કે ઘરેલૂ નુસખા સૌથી વધારે સારા હોય છે. એટલું જ નહીં યોગ્ય રીતે ખાવાનું પચે તે માટે રિયા પાણીમાં અજમો, જીરુ, આદુ અને લીંબુનો અર્ક ઉકાળીને આખો દિવસ પીએ છે.

image source

બ્યૂટીને સુંદર બનાવી રાખવા માટે તે ઘરેલૂ નુસખાને ટ્રાય કરે છે. રિયા દહીં, મધ અને વિટામીન ઈના કેપ્સ્યૂલને મિક્સ કરીને ફેસપેક બનાવે છે અને તેને જ યૂઝ કરે છે.

શું ખાય છે

image source

રિયા ચક્રવર્તી આ સિવાય અનેક વાર બ્રેકફાસ્ટમાં ખાઈ શકાય તેવા ફળને પણ સુંદરતાની સાથે યૂઝ કરે છે. રિયા ફળને પણ સ્કીન પર લગાવે છે. તેનાથી તેની સ્કીનની પ્રાકૃતિક નરમાશ બની રહે છે અને ચહેરા પર પણ ગ્લો બની રહે છે. દિવસની શરૂઆતમાં રિયા નારિયેળ પાણી, પૌંઆ, ઉપમા કે ઘરે બનાવેલા ઢોંસા ખાય છે.

image source

આ સિવાય આખો દિવસ સીઝનલ ફ્રૂટ્સ અને ડ્રાયફ્રૂટ્સનું સેવન પણ કરે છે. રિયા ચક્રવર્તીના લંચની વાત કરીએ તો તે લંચમાં એક બાઉલ દાળ અને ભાતની સાથે શાક ખાય છે.

image source

સાંજના સમયે સ્નેક્સ ટાઈમમાં રિયા સ્મૂધી લેવાનું પસંદ કરે છે. રાતના સમયે રિયા ઘરે બનાવેલી સાદુ ભોજન એટલે કે રોટલી અને શાક લેવાનું પસંદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત