સચિન તેંડુલકરે પત્નીને ફેરવવા માટે બધી હદ તોડી નાખી, ભયાનક આગ અને આગનો મેસેજ પણ અવગણીને કર્યો કાંડ

27 જાન્યુઆરીએ અંજલિ તેંડુલકર લગભગ સાડા 4 વાગ્યે સરિસ્કા પહોંચ્યા હતા, જેની લગભગ 15 મિનિટ પહેલાં એટલે કે સવા 4 વાગ્યે વાયરલેસ પર મેસેજ આવ્યો કે બાલેટાના જંગલમાં આગ લાગી છે. તેમને એવો જવાબ પણ આપ્યો કે હમણાં માણસોને મોકલીએ છીએ. મળતી માહિતી મુજબ CCF આરએન મીણા પણ એ સમયે ત્યાં જ ઊભા હતા. આગ લાગી એ અંગેનો મેસેજ રેન્જરે તેમને પણ આપ્યો. નોંધનીય છે કે જ્યાં આગ લાગી હતી એનાથી લગભગ 30 કિલોમીટર દૂર અંજલિ તેંડુલકર ટાઈગર સફારી કરી રહ્યાં હતાં.

image source

CCF ને એ ખ્યાલ નહોતો કે VIPના સ્વાગતમાં જંગલની આગને ભૂલવાનું એટલું ભારે પડી જશે કે હેલિકોપ્ટરથી પણ આગ પર કાબૂ મેળવવાનું મુશ્કેલ થઈ ગયું. 27 માર્ચની આગ 30 માર્ચ સુધીમાં 15થી 20 કિલોમીટરના જંગલમાં ફેલાઈ ગઈ છે, જેના પર કાબૂ મેળવવા માટે મંગળવારથી વાયુસેનાના બે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે. બુધવારે પણ હેલિકોપ્ટરથી આગ ઠારવાનું કામ ચાલી રહ્યું છે.

આગ લાગવાનો મેસેજ મળ્યા એ પછી અંજલિ તેંડુલકર ત્યાં પહોંચ્યાં અને તેમની કાર આવતાં જ લોકો ઊભા થઈ ગયા. CCFએ પોતે એક એક કરીને લોકોનો પરિચય કરાવ્યો. પોતાના સૌથી ખાસ ભાજપના નેતાની ઓળખ અપાવવામાં વધુ રસ દાખવ્યો અને ત્યાં સુધી કહી દીધું કે આ નેતાજી ભાવિ ધારાસભ્ય છે. એ બાદ અંજલિની સાથે અધિકારીઓએ ફોટો પણ પડાવ્યો.

image source

ખાસ વાત એ છે કે તેંડુલકરની પત્ની અને તેમની સાથે આવેલા લોકોએ ઓનલાઈન બુકિંગ કરાવ્યું હતું. તેમને ઓનલાઈનવાળી જિપ્સીની જગ્યાએ સરકારી કારમાં સફારી કરાવવામાં આવી. એ બાદ CCF પોતે તે જિપ્સના ડ્રાઈવર બની ગયા. કેટલાક લોકોની સાથે તેઓ જંગલમાં સફારીમાં જતા રહ્યા. એક કલાક બાદ જ જંગલમાં અંજલિ તેંડુલકરને એક નહીં, પરંતુ બે-બે ટાઈગરની એકસાથે સાઈટિંગ કરાવવામાં આવી.

સરિસ્કામાં એરફોર્સના બે હેલિકોપ્ટરની મદદથી મંગળવારે લગભગ 50 હજાર લિટર પાણી નાખવામાં આવ્યું, જેથી આગ પર કાબૂ મેળવી શકાય. આગને ઠારવા માટે બે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે.