બે ગર્ભપાત.. દુર્વ્યવહાર.. ભોજપુરી સ્ટાર પર બીજી પત્નીના ગંભીર આરોપ, લગ્નના થોડા સમય બાદ જ પહેલી પત્નીએ લગાવી લીધી હતી ફાંસી

ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં પાવર સ્ટાર તરીકે જાણીતા પવન સિંહે ગુરુવારે બિહારની આરા ફેમિલી કોર્ટમાં તેની બીજી પત્નીથી છૂટાછેડા માટે અરજી કરી છે. હવે આ મામલામાં આગામી સુનાવણી 26 મેના રોજ થશે. સૂત્રોનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસોથી બંને વચ્ચેના સંબંધો સારા નથી. આ જ કારણ છે કે જ્યોતિ સિંહ તેના પતિ પવન સિંહને બદલે તેના માતા-પિતા સાથે રહે છે.

image source

જ્યોતિ સિંહે પવન સિંહ પર લગાવ્યા ગંભીર આરોપ

પવન સિંહની પત્ની જ્યોતિએ તેના પતિ પર બે વખત ગર્ભપાત કરાવવાનો આરોપ લગાવ્યો છે. પવન સિંહની પત્નીના વકીલ વિષ્ણુ ધર પાંડેએ પત્રકારો સાથે વાત કરતા આ અંગેની માહિતી આપી.પાંડેએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે પવન સિંહ લગ્નથી જ તેની પત્નીને ટોર્ચર કરતો હતો. મારપીટની સાથે સાથે તેમની સાથે દુર્વ્યવહાર પણ કરતા રહે છે. જેના કારણે તેમના લગ્ન જીવનમાં કડવાશ આવી હતી.જ્યોતિ સિંહે આજે આરા ફેમિલી કોર્ટમાં કોર્ટ પાસે વચગાળાના ભરણપોષણની માંગણી કરી છે.

ભોજપુરી ફિલ્મ સિંગર પવન સિંહે ગુરુવારે આરા કોર્ટમાં પત્ની જ્યોતિ સિંહથી છૂટાછેડા માટે અરજી કરી છે. સુપરસ્ટાર પવન સિંહની પત્ની જ્યોતિ સિંહ આરા ફેમિલી કોર્ટમાં પહોંચી હતી, પરંતુ પવન સિંહ પહોંચ્યો નહોતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહે કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી છે.

image source

જ્યોતિના લગ્ન 2018માં થયા હતા

પવન સિંહે વર્ષ 2018માં જ્યોતિ સાથે બીજા લગ્ન કર્યા હતા. જ્યોતિ યુપીના બલિયાની રહેવાસી છે. પવન સિંહની પહેલી પત્નીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. મળતી માહિતી મુજબ, જ્યોતિ સિંહ છેલ્લા ઘણા મહિનાઓથી તેના મામાના ઘરે રહેતી હતી.