શિલ્પા શેટ્ટીનું બર્થડે ગિફ્ટ જોયુ કે નહીં? જોઈને તમારી આંખો ફાટી જશે

બોલિવૂડમાં 90ના દાયકાથી લઈને અત્યાર સુધી ઘણી સુપરહિટ ફિલ્મો આપનાર શિલ્પા શેટ્ટી આજે એટલે કે 8 જૂને પોતાનો 47મો જન્મદિવસ ઉજવ્યો છે. તેમના જન્મદિવસ નિમિત્તે ફેન્સ સહિત ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ તેમને અભિનંદન આપી રહ્યા છે. આ દરમિયાન શિલ્પાએ પોતાના જન્મદિવસને ખાસ બનાવવા માટે પોતાને એક મોંઘી ભેટ આપી છે. તેની ગિફ્ટની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આવો જાણીએ આ ગિફ્ટ વિશે…

शिल्पा शेट्टी
image soucre

વાત જાણે એમ છે કે શિલ્પાએ હાલમાં જ પોતાને એક લક્ઝુરિયસ વેનિટી વેન ગિફ્ટ કરી છે. આ વેનિટી વાન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ લક્ઝુરિયસ વેનની અંદરની તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. ફોટો જોઈને લોકો આ વેનિટી વેનની તુલના આલીશાન ઘર સાથે કરી રહ્યા છે.

image soucre

શિલ્પા શેટ્ટીની નવી વેનમાં એવી તમામ સુવિધાઓ છે જે કોઈપણ લક્ઝુરિયસ ઘરમાં ઉપલબ્ધ છે. વાયરલ ફોટામાં વાનમાં એક નાનું રસોડું દેખાય છે. આ સાથે વેનિટીમાં હેર વોશ સ્ટેશન પણ છે. ફિટનેસ માટે હંમેશા ગંભીર રહેતી શિલ્પા માટે તેમાં યોગ ડેક પણ છે, જેથી તે શૂટની વચ્ચે ગમે ત્યારે યોગ કરી શકે.

image soucre

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શિલ્પા શેટ્ટી ટૂંક સમયમાં ફિલ્મ નિકમ્મામાં જોવા મળશે. આમાં તે અભિમન્યુ દસાની અને શર્લી સેટિયા સાથે મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

शिल्पा शेट्टी वेस्टर्न ड्रेस
image soucre

તમને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટીએ ગયા વર્ષે રિલીઝ થયેલી હંગામા 2 થી 15 વર્ષ પછી બોલિવૂડમાં કમબેક કર્યું હતું. કોરોના મહામારીને કારણે આ ફિલ્મ OTT પર રિલીઝ કરવામાં આવી હતી. જો કે, આ ફિલ્મ લોકો પર પોતાનો જાદુ લગાવવામાં નિષ્ફળ રહી.