ફુવારા નીચે સીધા ન્હાવાથી શરીરમાં થાય છે આ મોટી તકલીફ, જાણો અને બદલો તમારી આદતને નહિં તો…

બાથરૂમની ખરાબ ટેવો જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. રોજિંદા જીવનમાં હંમેશા નાની વસ્તુઓની કાળજી લેવી જરૂરી છે. સ્વચ્છતા એ પણ તેમાંથી એક છે. સ્વચ્છતા રાખવાથી ના માત્ર રોગોથી બચી શકાય છે, પરંતુ રોગોની રોકથામમાં પણ તે મહત્વની ભૂમિકા ભજવે છે. તેથી, વ્યક્તિગત જીવનમાં સ્વચ્છતા મહત્વપૂર્ણ છે. સ્ટ્રોક એટલે લકવો, જે એક એવી બીમારી છે જેમાં વ્યક્તિનો કોઇ પણ અંગ અચાનકથી કામ કરવાનું બંધ કરી દે છે. આ બીમારીમાં હાથ-પગમાં જીવ નથી રહેતો અને ઘણીવાર વ્યક્તિનો અવાજ પણ જતો રહે છે. જો સમયસર આ બીમારીની સારવાર ન કરવામાં આવે તો આ બીમારી મોતનું કારણ પણ બની શકે છે.

સ્ટ્રોક શું છે?

image source

સ્ટ્રોક શરીરના કોઇ પણ ભાગમાં આવી શકે છે. પરંતુ સ્ટ્રોકને મુખ્યત્વે હૃદય અને મગજ સાથે કનેક્ટેડ જોવામાં આવે છે. મગજમાં આવતાં સ્ટ્રોકને બ્રેઇન સ્ટ્રોક કહેવામાં આવે છે. આ પરિસ્થિતિમાં મગજ સુધી લોહી પહોંચવામાં મુશ્કેલી આવે છે, જેના કારણે મગજની કોશિકાઓ ખત્મ થવા લાગે છે. સ્ટ્રોક એ સ્થિતિ છે જ્યારે તમારું કોઇ અંગ અચાનકથી કામ કરવાનું બંધ કરી દે છે. જો તમને પણ આ પ્રકારનો અનુભવ થતો હોય તો તમારે તે સમયે જ ડૉક્ટર પાસે ચેકઅપ કરાવી લેવું જોઇએ.

ખાંડ અને મીઠાનું વધારે સેવન પણ સ્ટ્રોકનું કારણ બની શકે છે

image source

જે લોકો ડાયાબિટીસ, કૉલેસ્ટ્રોલ, હાઇ બ્લડ પ્રેશર અથવા તો વધુ વજનની સમસ્યાથી પીડાય છે તો તેમને આ સમસ્યાઓથી માત્ર હૃદય સંબંધિત બીમારીઓ જ નહીં પરંતુ સ્ટ્રોકની શક્યતા પણ બની શકે છે. ઉલ્લેખનીય છે કે જે લોકો ખાંડ, મીઠું અને તળેલા પદાર્થોનું વધારે સેવન કરે છે તે લોકોમાં સ્ટ્રોકનું જોખમ વધારે હોય છે. સ્ટ્રોક એવી બીમારી છે જે કોઇ પણ વ્યક્તિને થઇ શકે છે, પરંતુ આ બીમારીથી પુરુષ વધારે પીડાય છે.

ડાયરેક્ટ માથા પર પાણી નાંખવાથી પણ સ્ટ્રોકનું જોખમ વધી જાય છે

image source

શું તમે જાણો છો કે સ્નાન કરવાની પણ એક અલગ રીત હોય છે. જો તમે ન્હાવાની યોગ્ય રીત નથી અપનાવી રહ્યા તો તેનાથી પણ સ્ટ્રોકની શક્યતાઓ વધી શકે છે. આપણે બધા સ્નાન કરતી વખતે સૌથી પહેલા માથેથી પાણી નાંખીએ છીએ, પરંતુ આ એક ખોટી આદત છે. આમ કરવાથી ન માત્ર સ્ટ્રોક પરંતુ આપણ અન્ય બીમારીઓના શિકાર પણ થઇ શકે છે. કારણ કે શરીરમાં લોહીનો પ્રવાહ ઉપરથી નીચે તરફ વહે છે. એવામાં જો તમે ડાયરેક્ટ ઠંડું પાણી પોતાના માથા પરથી નાંખશો તો તમારા મગજની કોશિકાઓ સંકોચાઇ જાય છે અને લોહીના ગઠ્ઠા પણ જામવા લાગે છે. માથા પર ડાયરેક્ટ પાણી નાંખવાથી આપણું માથું ઠંડું થઇ જાય છે, આ પરિસ્થિતિમાં હૃદયએ ઝડપથી ઉપરની તરફ લોહી મોકલવું પડે છે. તેનાથી હાર્ટ અટેક અથવા તો મગજની નસ ફાટી શકે છે.

સ્ટ્રોકથી બચવાના ઉપાય

image source

તમારે દરરોજ દિવસભર પાણી અથવા પ્રવાહી પદાર્થનું સેવન વધારે કરવું જોઇએ. પોતાના આહારમાં મીઠું અને ચરબીનું પ્રમાણ ઘટાડવું જોઇએ. સ્ટ્રોકથી બચવા માટે તમારે પોતાના આહારમાં વિટામિન ઈ, સી અને એથી ભરપૂર પદાર્થ ખાવા જોઇએ. તેનાથી વધારે આદુનું સેવન ખૂબ જ ફાયદાકારક રહેશે કારણ કે આ લોહીને પાતળું કરવામાં મદદ કરે છે. લીલાં પાંદડાંવાળી શાકભાજીનું સેવન પણ વધારે કરો. બ્રેઇન સ્ટ્રોકનું એક મુખ્ય કારણ બ્લડ પ્રેશર પણ છે. એટલા માટે નિયમિત સમયથી પોતાના બ્લડ પ્રેશરની તપાસ કરાવી લો. દારૂ અને ધૂમ્રપાનનું સેવન ન કરવું જોઇએ. બાથરૂમ હંમેશાં સાફ રાખો કેમ કે તેનો રોજ ઉપયોગ થાય છે. આ તે જગ્યા છે જ્યાં હજારો બેક્ટેરિયા ખીલે છે. બાથરૂમ સાફ રાખવા માટે બજારમાં ઘણી વસ્તુઓ છે. તેથી તેનો ઉપયોગ કરો જેથી તમારું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત