શું કેટરિના લગ્નના 5 મહિના પછી પ્રેગ્નન્ટ છે ? આ વીડિયો જોઈને લોકો સવાલો પૂછી રહ્યા છે

બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફની ફેશન સેન્સ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. હાલમાં જ તે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન તે પિંક કલરના સલવાર-કમીઝમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. કેટરીનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે એરપોર્ટ પર જોવા મળી રહી છે.

image source

જો કે આ વીડિયો વાયરલ થયા બાદ લોકો કેટરિના કૈફની પ્રેગ્નન્સી વિશે અટકળો લગાવવા લાગ્યા હતા. સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાનીએ કેટરીનાનો એક વીડિયો શેર કર્યો છે, જેના પર લોકો કોમેન્ટ કરીને પૂછી રહ્યા છે કે શું તે પ્રેગ્નેન્ટ છે ? એક યુઝરે લખ્યું, શું કેટરિના પ્રેગ્નન્ટ છે? બીજાએ લખ્યું, પ્રેગ્નન્ટ? આ રીતે લોકો કેટરિના કૈફની પ્રેગ્નન્સી પર સવાલ ઉઠાવી રહ્યા છે. જોકે ઘણા લોકોએ કેટરીનાના ટ્રેડિશનલ લુકના વખાણ પણ કર્યા છે.

લગ્ન બાદ કેટરીના કૈફ પોતાનો મોટાભાગનો સમય પતિ વિકી કૌશલ સાથે વિતાવે છે. તાજેતરમાં કેટરીનાએ વિકી માટે નાસ્તો બનાવ્યો હતો, જેનો ફોટો તેણે ઇન્સ્ટા સ્ટોરી પર શેર કર્યો હતો. ડિશની તસવીર શેર કરતા કેટરિનાએ કેપ્શનમાં લખ્યું, ‘મેં પતિ માટે રવિવારનો નાસ્તો બનાવ્યો’.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્ન 9 ડિસેમ્બર 2021ના રોજ રાજસ્થાનમાં થયા હતા. બંનેની ઉંમરમાં પાંચ વર્ષનો તફાવત છે. જો કે આ કપલની કેમેસ્ટ્રી ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. હાલમાં જ આ કપલ વિદેશથી વેકેશન મનાવીને પરત ફર્યું છે. વેકેશનની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કેટરીના કૈફ તેની નવી ફિલ્મ ‘ટાઈગર 3’ને લઈને ચર્ચામાં છે. તે જ સમયે, વિકી કૌશલે તાજેતરમાં સારા અલી ખાન સાથે તેની નવી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે.