ગાંડો શોખ પણ હોં, ગીત ગાતી હતી અને પાછળથી જ પેન્ટ ફાટી ગયું, બધું દેખાતું હતું છતાં ગાતી જ રહી

ઘણી વખત ન ઇચ્છતા છતાં પણ એવી વસ્તુનો શિકાર થઇ જઈએ છે કે કઈ સમજ પડતી નથી. આ પ્રકારની સ્થિતિમાં બે વસ્તુ થઇ શકે છે. કા તો એ સ્થિતિની મજા લો અથવા ત્યાંથી ભાગી જાઓ. કંઈક એવું જ હોલીવુડની ગ્રેટ સિંગર કેટી પેરી સાથે થયું છે. જ્યાં એમણે ફાટેલી પેન્ટ સાથે લાઈવ શો કરવો પડ્યો.

કેટી પેરી તાજેતરમાં જ વોર્ડરોબ માલફંક્શનનો શિકાર બની હતી. અમેરિકન આઇડોલ પર લાઇવ શો દરમિયાન કેટી પરફોર્મ કરી રહી હતી ત્યારે તેનું પેન્ટ ફાટી ગયું હતું. કેટીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો છે. કેટીએ લાલ લેધર પેન્ટ અને એનિમલ પ્રિન્ટ ટોપ પહેર્યું હતું. જો કે કેટી આના પર પણ નારાજ ન થઈ અને પેન્ટ પર ટેપ લગાવીને પરફોર્મ કરવાનું શરૂ કર્યું અને પરિસ્થિતિને હેન્ડલ કરીને પોતે પણ હસી પડી અને બધાને પણ હસાવ્યા.

 

View this post on Instagram

 

A post shared by KATY PERRY (@katyperry)

વીડિયોમાં જોઈ શકાય છે કે, કેટી ગીત ગાતી વખતે નીચે બેઠી કે તરત જ તેની પેન્ટ પાછળથી ફાટી ગઈ. જે બાદ તેણે પરફોર્મન્સ બંધ કરી દીંધો હતો. આ પછી કેટીએ ક્રૂ મેમ્બરની મદદ માંગી અને કેટીના પેન્ટને ટી શેપમાં ટેપ કરવામાં આવ્યું.

આ પહેલીવાર નથી કે કેટી સાથે આવો અકસ્માત થયો હોય. આ પહેલા તેની સાથે 2018માં પણ આવું બન્યું હતું. કેટીએ તે સમયે વન-સ્લીવ જમ્પસૂટ પહેર્યો હતો અને તે વચ્ચેથી ફાટી ગયો હતો. તમને જણાવી દઈએ કે કેટી વર્ષ 2017 થી ટીવી શો અમેરિકન આઈડોલની ઓફિશિયલ જજ છે.