ચહેરા પર ગ્લો લાવવા અને સાથે ખીલ જેવી સમસ્યામાંથી છૂટકારો મેળવવા અનાનસના આ ફેસ પેકનો કરો ઉપયોગ, જાણો કેવી રીતે બનાવશો ઘરે

શું તમે જાણો છો કે અનાનસ તમારી ત્વચા માટે કેટલું ફાયદાકારક છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે જે જો ફેસ પેક તરીકે ચહેરા પર લગાવવામાં આવે તો તે ચેહરા પરના રંગમાં ઘણો વધારો કરે છે અને આપણી ત્વચા એકદમ ગ્લોઈંગ બનાવે છે.

અનાનસ એક એવું ફળ છે જે દરેક ખાવાનું પસંદ કરે છે અને તેનો શ્રેય તેના રસદાર સ્વાદને જાય છે. આ ફળના ઘણા સ્વાસ્થ્ય લાભ અને ત્વચા લાભ પણ છે. તેમાં વિટામિન-બી, વિટામિન-સી, મેંગેનીઝ, કોપર, પોટેશિયમ, બીટા-કેરોટિન, ફોલિક એસિડ અને ફાઇબર શામેલ છે, પરંતુ જ્યારે ત્વચાની સંભાળની વાત આવે, ત્યારે અનાનસ એ મુખ્ય ઘટકોમાંનો એક છે જેનો ઉપયોગ ઘણા ફેસ પેકમાં કરવામાં આવે છે. બજારમાં એવા ઘણા ઉત્પાદનો ઉપલબ્ધ છે જે ફેસ-પેક માટે મુખ્ય ઘટક તરીકે અનાનસનો ઉપયોગ કરે છે. જો કે, અનાનસના રસમાંથી બનેલા નેચરલ ફેસ પેકનો ઉપયોગ બજારમાં ઉપલબ્ધ ફેસ પેકની તુલનામાં ખૂબ અસરકારક છે. આ કુદરતી અનાનસનું ફેસ પેક પિમ્પલ્સ, ફોલ્લીઓ, કરચલીઓ અને ઢીલી ત્વચાની સમસ્યા દૂર કરવા માટે ફાયદાકારક છે. આજે અમે તમને અનાનસથી ફેસ-પેક બનાવતા અને તેનો ઉપયોગ કરતા જણાવીશું. જેની મદદથી તમારા ચેહરા પરની દરેક સમસ્યા દૂર થશે.

એન્ટી એજિંગ ફેસ પેક

image source

અનાનસ એવા ગુણધર્મોથી ભરેલું છે જે તમારી ત્વચાને મુક્ત કણોના થતા નુકસાનથી સુરક્ષિત રાખવા માટે ફાયદાકારક છે અને જ્યારે તે નાળિયેર દૂધમાં ભળી જાય ત્યારે તેના ફાયદા વધી જાય છે. નાળિયેરનું દૂધ એક ઉત્તમ મોસ્ચ્યુરાઇઝ તરીકે ઓળખાય છે, જે તમારી ત્વચાને શુષ્ક અને નિર્જીવ બનવાથી બચાવે છે અને વૃદ્ધાવસ્થાના સંકેતોને ઘટાડે છે.

ફેસ-પેક બનાવવાની રીત

image source

સૌથી પેહલા એક બાઉલ લો અને તેમાં અનાનસના ટુકડા અને 2 ચમચી દૂધ નાખો. હવે બ્લેન્ડરની મદદથી આ ચીજોને મિક્સ કરી એક સરસ પેસ્ટ બનાવો. ત્યારબાદ તમારા ગળા અને ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. આ પેસ્ટ તમારા ચહેરા અને ગળા પર સમાનરૂપે લગાવો. પછી તેને અડધો કલાક રહેવા દો અને અડધા કલાક પછી ચહેરો ધોઈ લો. સારા પરિણામ માટે અઠવાડિયામાં બે વાર આ ફેસ પેક લગાવો.

2. તેજસ્વી ત્વચા માટે ફેસ પેક

image source

અનાનસમાં અતુલ્ય ગુણધર્મો હોય છે જે આપણા ચહેરા પરથી મૃત કોષોને દૂર કરવામાં મદદ કરે છે . આ ત્વચાને સાફ અને ચમકદાર બનાવે છે. તેવી જ રીતે ચણાનો લોટ ત્વચામાંથી કાળી ફોલ્લીઓ અને કરચલીઓ દૂર કરવા માટે ઘણું ફાયદાકારક છે.
ફેસ-પેક બનાવવાની રીત
આ માટે એક વાટકી લો અને તેમાં 2 ચમચી અનાનસના પલ્પ અને 2 ચમચી ચણાનો લોટ ઉમેરો. જ્યાં સુધી આ જાડી પેસ્ટ ન થાય ત્યાં સુધી ઘટકોને સારી રીતે મિક્સ કરો. આ ફેસ પેક તમારા ચહેરા અને ગળા પર સમાનરૂપે લગાવો અને તેને સુકાવા દો. જયારે આ પેક સુકાય જાય ત્યારે તમારા ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. સારા પરિણામ માટે આ ફેસ-પેક અઠવાડિયામાં બે વાર લગાવો.

3. ચેહરા પરના ખીલ દૂર કરવા માટે ફેસ પેક

image source

અનાનસ તમારી ત્વચાને એક્સફોલિયેટ કરવા માટે પણ જાણીતું છે, જ્યારે ગ્રીન ટી તમને ખીલ મુક્ત ત્વચા આપવા માટે જાણીતી છે. આ પેકને વધુ ફાયદાકારક બનાવવા માટે આ પેકમાં મધ મિક્સ કરો કારણ કે તે તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે. ત્રણેય વસ્તુઓને મિક્સ કરવાથી બનતું ફેસ-પેક તમારી ત્વચા સ્વચ્છ અને ચમકદાર બનાવશે.

ફેસ-પેક બનાવવાની રીત

આ ફેસ-પેક બનાવવા માટે થોડા અનાનસના પલ્પ લો અને તેમાં 1 ચમચી ગ્રીન ટી અને મધ મિક્સ કરો. આ ત્રણ ઘટકોને સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ તમારા ચહેરા અને ગળાને ઠંડા પાણીથી ધોઈ લો. તમારા ચહેરા અને ગળા પર ફેસ પેક લગાવો. ત્યારબાદ 5 મિનિટ પછી આંગળીઓથી ચહેરાની માલિશ કરતી વખતે હળવાશથી નવશેકું પાણીથી ચહેરો ધોઈ નાખો.

4 ગ્લોઇંગ ફેસ પેક

image source

અનાનસ તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવા અને મૃત કોષોને દૂર કરવા માટે જાણીતું છે. મધ ત્વચા પર કુદરતી ગ્લો પ્રદાન કરે છે, જ્યારે પપૈયા કરચલી દૂર કરવામાં ખૂબ અસરકારક છે.

ફેસ-પેક બનાવવાની રીત

4 ચમચી અનાનસ અને પપૈયાનો પલ્પ લો અને આ ઘટકોને સારી રીતે મિક્સ કરો જ્યાં સુધી તમને એક સારી અને સરળ પેસ્ટ ન મળે. તે પેસ્ટમાં 1 ચમચી મધ ઉમેરો. આ પેસ્ટ તમારા ચહેરા અને ગળા પર લગાવો અને તેને 20 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ તમારા ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. સારા પરિણામ માટે અઠવાડિયામાં એક કે બે વાર આ ફેસ-પેક લગાવો.

5. ડાર્ક-સર્કલ દૂર કરવા માટે

image source

અનાનસ આંખની કરચલી અને દર-સર્કલ દૂર કરવા માટે ફાયદાકારક છે. અનાનસમાં એક સક્રિય એન્ઝાઇમ બ્રોમેલેઇન હોય છે, જે બળતરા વિરોધી એજન્ટ છે. અનાનસનો રસ ત્વચાને એક્સફોલિએટ કરવામાં પણ મદદ કરે છે કારણ કે તેમાં ઘણા ગુણધર્મ છે.

ડાર્ક-સર્કલ દૂર કરવા માટેની રીત

image source

આ માટે ફક્ત થોડા અનાનસ લો અને તેનો રસ કાઢો. ત્યારબાદ આ રસથી આંખો નીચે મસાજ કરો અને પછી તેને 15-20 મિનિટ માટે રહેવા દો ત્યારબાદ તમારો ચેહરો ધોઈ લો. આ ઉપાયનો સતત થોડા દિવસો સુધી પુનરાવર્તન

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત