સોહેલ ખાનની પત્ની હોટનેસના મામલે મલાઈકાને પાડી દે ફિક્કી, 24 વર્ષ પછી અલગ થઈ ગયું કપલ

\ખાન પરિવારમાં વધુ એક છૂટાછેડા થવાના છે. અરબાઝ ખાન પછી હવે સોહેલ ખાન પણ 24 વર્ષ પછી લગ્ન તોડવા જઈ રહ્યો છે. હાલમાં જ તે બાંદ્રા કોર્ટની બહાર જોવા મળ્યો હતો. સોહેલની પત્ની સીમા ખાન ભલે લાઈમલાઈટમાં ન હોય, પરંતુ સુંદરતાના મામલે તે કોઈ બોલિવૂડ એક્ટ્રેસથી ઓછી નથી.

image source

સોહેલ ખાન અને સીમાએ છૂટાછેડા માટે અરજી કરી છે. હાલમાં જ તે બાંદ્રા કોર્ટની બહાર જોવા મળ્યો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે આ કપલ લગ્નના 24 વર્ષ બાદ અલગ થઈ રહ્યું છે અને તેમને બે પુત્રો છે.

સીમા ખાન પહેલા ખાન પરિવારની પ્રિય વહુ હતી, પરંતુ સમય જતાં સોહેલ અને સીમા વચ્ચેના સંબંધોમાં અંતર આવી ગયું અને લગ્નના 24 વર્ષ બાદ બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે.

image source

સીમા ખાન ભલે વધુ ચર્ચામાં ન હોય પરંતુ તે ચોક્કસપણે એક ગ્લેમરસ પત્ની રહી છે. તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સતત ધૂમ મચાવી રહ્યા છે.

સીમા પંજાબી પરિવારની છે. લગ્ન પહેલા તેનું નામ સીમા સચદેવ હતું. તેમના પિતા અર્જુન સચદેવ છે. સીમાના ભાઈ બંટી સચદેવ કોર્નરસ્ટોન સ્પોર્ટ્સ એન્ડ એન્ટરટેઈનમેન્ટના સ્થાપક છે.

image source

સીમા નેટફ્લિક્સની ઓરિજિનલ વેબ સિરીઝ ‘ફેબ્યુલસ લાઈફ ઑફ બૉલીવુડ વાઈફ’માં જોવા મળી છે. તેમાં સીમાની સાથે મહિપ કપૂર અને નીલમ પણ હતી. આ વેબ સિરીઝને ખૂબ પસંદ કરવામાં આવી હતી.