સોમવારના દિવસે ભગવાન ભોલેનાથની કૃપા મેળવવા માટે જરૂરથી કરો આ ઉપાય

હિંદુ ધર્મમાં, અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત હોય છે. આ ક્રમમાં, સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત છે. આ દિવસે ભગવાન શિવ શંકરની પૂજા અને ઉપવાસ કરવામાં આવે છે. એવું કહેવાય છે કે સોમવારના દિવસે ભગવાન ભોલેનાથના આશીર્વાદ એવા ભક્તો પર રહે છે જેઓ ભગવાન શંકરની શુદ્ધ હૃદયથી પૂજા કરે છે. એવું કહેવાય છે કે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે મોટાભાગની મહિલાઓ અને છોકરીઓ સોમવારે વ્રત રાખે છે, જે ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. સોમવારે ઉત્તર તરફ મુખ રાખીને પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સિવાય સોમવારના દિવસે સરળ ઉપાય કરવાથી ભોલેનાથની કૃપા તમારા પર રહે છે, તો ચાલો આ ઉપાય વિશે અમે તમને વિગતવાર જણાવીએ.

image source

સોમવારના દિવસના ઉપાય

સોમવારે ભોલેનાથની પૂજા કરતા પહેલા સ્નાન કર્યા પછી સફેદ, લીલો, પીળો, લાલ અથવા આકાશી રંગના વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે.

આ દિવસે ભોલેનાથની પૂજા સમયે અક્ષત એટલે કે ચોખા ચઢાવો. અક્ષત તૂટેલા ન હોવા જોઈએ, તેનું ધ્યાન રાખવું.

સોમવારે ભગવાન શિવની પૂજા કર્યા પછી દહીં, સફેદ વસ્ત્ર, દૂધ અને ખાંડનું દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે સોમવારે ભોલેનાથની પૂજા સમયે શિવ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. કહેવાય છે કે આમ કરવાથી પૈસાની કમી નથી રહેતી અને બાબાની કૃપા બની રહે છે.

એવું કહેવાય છે કે સોમવારે સાંજે કાચા ચોખા સાથે કાળા તલ મિક્ષ કરીને દાન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ ઉપાય પિતૃ દોષની અસરને ઘટાડે છે. આ સિવાય આર્થિક સંકડામણ દૂર થાય છે.

image source

એવું માનવામાં આવે છે કે સોમવારે ભગવાન શિવ શંકરની પૂજા સફેદ વસ્ત્રો પહેરીને કરવી જોઈએ. આ સિવાય કપાળ પર ચંદનનું તિલક લગાવીને ઘરની બહાર નીકળવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વ્યક્તિની કુંડળીમાં ચંદ્ર દોષનો પ્રભાવ ઓછો થઈ જાય છે.

કહેવાય છે કે સોમવારે ભોલેનાથને અક્ષત, ચંદન, ધતૂરા, દૂધ, જળ, ગંગાજળ અને બીલીપત્ર વગેરે અર્પણ કરવાથી તે ખૂબ જ પ્રસન્ન થાય છે.

સોમવારે ભગવાન શિવને ઘી, ખાંડ અને ઘઉંના લોટનો ભોગ ધરાવવો જોઈએ.