સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો! સોનું 5,500 થી વધુ સરકી ગયું, નવા ભાવ જાણીને લેવાનું મન થઈ જશે

જો તમે પણ સોનું અને ચાંદી ખરીદવા માંગો છો તો તમારા માટે સારા સમાચાર છે. વૈશ્વિક બજારના સંકેતો વચ્ચે બુધવારે સોના અને ચાંદીના ભાવમાં ફરી ઘટાડો થયો હતો. ભારતીય બજારમાં સોનાના વાયદાના ભાવમાં આજે 0.3 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આટલું જ નહીં છેલ્લા ચાર દિવસમાં સોનાની કિંમતમાં 500 રૂપિયાનો ઘટાડો થયો છે.

image source

આજે સવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર, 24 કેરેટ શુદ્ધતાનો વાયદો 10 ગ્રામ દીઠ રૂ. 50,610 પર આવી ગયો હતો, જ્યારે ચાંદીનો વાયદો 1.3 ટકા ઘટીને રૂ. 60,494 પ્રતિ કિલો હતો. સપ્તાહના ચોથા ટ્રેડિંગ સેશનમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.

તમને જણાવી દઈએ કે આ સમયે સોનું તેના રેકોર્ડ હાઈથી 5500થી વધુ સસ્તું ટ્રેડ થઈ રહ્યું છે. સોનું 56,200ના સ્તરે પહોંચી ગયું હતું, જ્યારે હાલમાં સોનાનો ભાવ 50,610 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં પણ ઘટાડો નોંધાયો હતો અને આજે સવારે યુએસ માર્કેટમાં સોનાની હાજર કિંમત 0.3 ટકા ઘટીને 1,827.03 ડોલર પ્રતિ ઔંસ થઈ હતી. સોનાની કિંમતમાં આ ઘટાડો ડોલરની મજબૂતાઈને કારણે આવ્યો છે, જે હાલમાં 20 વર્ષની ટોચે છે. જો આગામી સમયમાં ડોલરના ભાવમાં નરમાઈ આવશે તો સોનું ફરી મોંઘુ થશે.

image source

વૈશ્વિક બજારના સંકેતો વચ્ચે ભારતીય બજારમાં સોનાની કિંમત 50 હજારની ઉપર રહેશે. નિષ્ણાતો કહે છે કે આગામી થોડા દિવસો માટે સોનાની વાયદાની કિંમત રૂ. 50,440-50,110 વચ્ચે ટ્રેડ થઈ શકે છે, જે વધીને 50,980-51,240 થઈ શકે છે. એ જ રીતે, ચાંદીની નીચી સપાટી પણ રૂ. 60,420-59,550 સુધી રહી શકે છે, જ્યારે તે રૂ. 61,580-61,910 સુધી જઈ શકે છે. એટલે કે આવનારા સમયમાં સોના અને ચાંદીના ભાવમાં વધુ ફેરફાર નહીં થાય.