અમદાવાદમાં શનિ-રવિ તમામ ખાનગી હોસ્પિટલ, નર્સિંગ હોમ ઓપીડી અને સર્જરી પણ બંધ હરહેશે, મોટું આંદોલન

અમદાવાદની હોસ્પિટલમાં બીયું પરમિશનનો મામલો ફરી સામે આવ્યો છે. ગત 31મે સુધીમાં સી ફોર્મ રજિસ્ટ્રેશન નહિ થતા અમદાવાદની 450 જેટલી હોસ્પિટલને તાળા વાગે તેવી સ્થિતિ સર્જાઈ છે. આ મામલે તાત્કાલિક નિરાકરણ લાવવા અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સીંગ હોમ્સ એસોસિયેશનએ માંગ કરી હતી. શુક્રવાર સુધીમાં ફોર્મ ‘સી’ રિન્યુઅલ ન થવાના મુદ્દે નિર્ણય નહિ આવે તો ખાનગી હોસ્પિટલના ડોકટર્સ રસ્તા પર ઉતરી આંદોલન કરશે ધારણા કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે આજ સુધી કોઈ નિર્ણય ન આવતા અમદાવાદની તમામ ખાનગી હોસ્પિટલ અને નર્સિંગ હોમ્સ બે દિવસ માટે બંધ રહેશે. જેનું એલાન અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ એસોસિએશને કર્યું છે.

image source

ફોર્મ-સી રજીસ્ટ્રેશન મામલે અમદાવાદ શહેરની હોસ્પિટલ્સ વિરોધ નોંધાવશે. અમદાવાદ શહેરના 450 હોસ્પિટલના રજીસ્ટ્રેશન અટક્યા છે. BU પરમિશનના અભાવે સી ફોર્મ રજીસ્ટ્રેશન કરવાની માગ કરાઈ છે. આગામી બે દિવસ મેડિકલ સર્વિસ બંધ રાખવાની ચિમકી ઉચ્ચારી છે. આવતીકાલે ગાંધીઆશ્રમથી વલ્લભસદન સુધી રેલી યોજવામાં આવશે. તબીબો રિવરફ્રન્ટ પર જ OPD શરૂ કરશે.

રિપોર્ટ અનુસાર, આગામી 2 દિવસ અમદાવાદની તમામ હૉસ્પિટલો અને નર્સિંગ હોમ નિયમિત પ્રવેશ, ઓ.પી.ડી. સેવાઓ અને પ્લાન કરેલી સર્જરી પ્રક્રિયાઓ બંધ રહેશે. 14 અને 15 મે 2022ના રોજ હૉસ્પિટલો દ્વારા ઇમર્જન્સી હેલ્થકેર સેવાઓ ચાલુ રહેશે. ‘મેડિકલ બંધ’થી સામાન્ય લોકોને ઉભી થતી અસુવિધા માટે ખેદ અનુભવીએ છીએ.અમે અપેક્ષા રાખીએ છીએ કે સરકાર આ મુદ્દે તાત્કાલિક પગલાં ભરશે.

image source

સી ફોર્મ શું છે?

બોમ્બે નર્સિંગ એક્ટ મુજબ હોસ્પિટલનું રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે

આ ફોર્મ ભરીને આપવાનું હોય છે

સી ફોર્મમાં હોસ્પિટલ અંગેના અને ડૉક્ટરની માહિતી હોય છે

ડૉક્ટર અંગેના સર્ટીફિકેટ સહિતની વિગતો રજુ કરવામાં આવે છે.

ધી બોમ્બે નર્સિંગ હોમ્સ રજિસ્ટ્રેશન એક્ટ 1949ની કલમ પાંચ હેઠળ નોંધણી બાદ સી ફોર્મ ઇશ્યુ થાય

હોસ્પિટલ-નર્સિંગ હોમ્સને AMCના જન્મ મરણ વિભાગ સી ફોર્મ ઇશ્યુ કરે છે

અમદાવાદમાં સી ફોર્મને લઇને વિરોધ કેમ?

AMC સી ફોર્મ માટે નવો નિયમ લાવી છે

પહેલા સી-ફોર્મમાં BU પરમિશનના કાગળની જરૂરિયાત હતી નહીં

હવેથી BU બીયુ પરમિશન ફરજિયાત રજૂ કરવા કહેવાયું

સી ફોર્મના રીન્યુઅલમાં BU પરમીશન કાગળ લાવવામાં હોસ્પિટલોને અત્યારે તકલીફ પડે છે

અનેક હોસ્પિટલ વર્ષો જૂની બિલ્ડિંગમાં છે

જૂના બિલ્ડિંગની BU પરમિશન નથી

નિયમ લાગુ કરાતા અનેક હોસ્પિટલ બંધ થઇ શકે છે

અમદાવાદ સિવાય રાજકોટ, સુરત, વડોદરા અને ગાંધીનગર જેવા શહેરોમાં નિયમ નહીં