સારા સમાચાર ! સોનાક્ષી સિંહાએ કરી લીધી સગાઈ, ફોટો શેર કરીને મંગેતરનો ચહેરો છુપાવ્યો

બોલીવુડની ગોર્જિયસ ડીવા સોનાક્ષી સિંહાએ સગાઈ કરી લીધી છે. એક્ટ્રેસે પોતાની લાઈફની આ મોટી ગૂડ ન્યૂઝ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ફેન્સ સાથે શેર કરી છે. સોનાક્ષીના અચાનક સગાઈ કરી લેવાની ખબરે ફેન્સને હેરાન કરી દીધા છે પરંતુ આ સાંભળીને ફેન્સ ખૂબ જ ખુશ છે.

સોનાક્ષીએ ફ્લોન્ટ કરી એન્ગેજમેન્ટ રિંગ

સોનાક્ષીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર 3 અલગ-અલગ ફોટોઝ શેર કરીને પોતાની એન્ગેજમેન્ટની ખબર શેર કરી છે. એક ફોટોમાં દબંગ ગર્લ સોનાક્ષીએ પોતાની એન્ગેજમેન્ટ રિંગ ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે. સોનાક્ષીનો લવિંગ ફિયોન્સ તેમનો હાથ પકડેલો નજર આવી રહ્યો છે. જોકે, સોનાક્ષીના લવિંગ પાર્ટનર કોણ છે તેના પર હજૂ પણ સસ્પેન્સ જાળવી રાખ્યું છે કારણ કે, એક્ટ્રેસે પોતાના પાર્ટનરનો ચેહરો ફોટોઝમાં રિવીલ નથી કર્યો.

image source

સોનાક્ષી બીજા ફોટોઝમાં પોતાના પાર્ટનરના ખભા પર પ્રેમથી હાથ રાખીને પોઝ આપતી નજર આવી રહી છે. ત્રીજી તસવીરમાં સોનાક્ષી પોતાના પાર્ટનરનો હાથ પકડીને સ્માઈલ આપી રહી છે. ભલે સોનાક્ષીએ પોતાના પાર્ટનરના નામનો ખુલાસો નથી કર્યો પરંતુ ફિયોન્સી સાથે સોનાક્ષીના રોમાન્ટિક પોઝ બંનેનો સબંધ કેટલો ગાઢ છે તે દર્શાવી રહ્યા રહ્યો છે.

 

image source

સોનાક્ષી સિંહાનું સૌથી મોટું સપનું પુરુ થવા જઈ રહ્યું

સોનાક્ષી સિંહાએ ફેન્સ સાથે આ ગૂડ ન્યૂઝ શેર કરતા કેપ્શનમાં પોતાની ખુશી અને એક્સાઈટમેન્ટ પણ વ્યક્ત કરી છે. સોનાક્ષીએ બધા ફોટોઝ એક જ કેપ્શન સાથે શેર કર્યા છે. મારા સૌથી મોટા સપનાઓમાંથી એક સપનું સાચું થવા જઈ રહ્યું છે અને તેને તમારી સાથે શેર કરવા માટે રાહ ન જોઈ શકું.

સોનાક્ષી સિંહાની સગાઈના સમાચારે ફેન્સને ખૂબ જ હેપ્પી કરી દીધા છે પરંતુ હવે ફેન્સ એ જાણવા માટે આતુર છે કે, અંતે તે લકી ચાર્મિંગ કોણ છે જેને સોનાક્ષીએ પોતાનો હમસફર બનાવવાનો નિર્ણય કર્યો છે. સોનાક્ષી અને ઝહીરની ડેટિંગના સમાચાર ઘણા સમયથી ચર્ચામાં છે. ઘણા સમયથી આ વાત સામે આવી રહી છે કે, બંને વચ્ચે કંઈક છે. પરંતુ બંનેએ જ ડેટિંગની ખબરો પર મહોર નથી લગાવી. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં ઝહીર ઈકબાલે આ ખબરો પર પ્રતિક્રિયા આપી હતી.