હોસ્ટેલના બાથરૂમના શાવરમાંથી નીકળ્યો સ્પાઇ કેમેરો, છોકરીઓને નહાતી જોતો હતો માલિક

પ્રયાગરાજના કર્નલ ગંજ વિસ્તારમાં ગર્લ હોસ્ટેલના બાથરૂમમાં હિડન કેમેરા લગાવવાનો શરમજનક કિસ્સો સામે આવ્યો છે. યુવતીઓની ફરિયાદના આધારે પોલીસે આરોપી હોસ્ટેલ ઓપરેટરની ધરપકડ કરી હતી અને તેની હોસ્ટેલના બાથરૂમમાંથી કેમેરા, હાર્ડ ડિસ્ક અને કોમ્પ્યુટર સહિતની ઘણી વસ્તુઓ રિકવર કરી હતી. બાથ શાવરમાં કેમેરો લગાવવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, હોસ્ટેલ સંચાલક આશિષ ખરે તેની હોસ્ટેલમાં ઓછા પૈસામાં રૂમ આપતો હતો અને તેણે છોકરીઓના બાથરૂમમાં શાવરમાં છુપા કેમેરા લગાવ્યા હતા, જેની મદદથી તે તેનો વીડિયો બનાવતો હતો. આશિષ ખરેએ આ માટે કોમ્પ્યુટર લેબ પણ બનાવી હતી, જ્યાંથી તે વીડિયો જોતો હતો.

image source

વિડીયોને હાર્ડ ડિક્સમાં સેવ કરી લેતો હતો. પોલીસને ખરે પાસેથી ઘણી હાર્ડ ડિસ્ક મળી આવી છે, જેમાં યુવતીઓના વીડિયો સેવ કરવામાં આવ્યા હતા. આરોપ છે કે આરોપી આશિષ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરતો હતો અને આ વીડિયો વેચતો પણ હતો. આ અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.

જ્યારે એક છોકરી નહાવા માટે બાથરૂમમાં ગઈ અને શાવરમાંથી પાણી બરાબર બહાર ન આવ્યું ત્યારે શંકા ગઈ. તેણે શાવર ખોલ્યો ત્યારે તેની આંખો પહોળી રહી ગઈ. શાવરમાં સ્પાય કેમેરો અને વાયર દેખાયો. ત્યારપછી યુવતીઓને તેની જાણ થઈ અને તેણે પોલીસમાં ફરિયાદ કરી. જ્યારે પોલીસે હોસ્ટેલ પર પહોંચીને તપાસ કરી તો મામલો સાચો હોવાનું જાણવા મળ્યું.

image source

પોલીસે ઘટનાસ્થળેથી કેમેરા, હાર્ડ ડિસ્ક અને તમામ સાધનો કબજે કર્યા છે અને આરોપીના રૂમમાંથી કેટલીક ગુનાહિત વસ્તુઓ પણ મળી આવી છે. જાણકારો કહે છે કે આ સમાચાર તે છોકરીઓ માટે બોધપાઠ છે જે હોસ્ટેલમાં રહે છે. આવી છોકરીઓએ સંપૂર્ણ તપાસ કર્યા પછી જ હોસ્ટેલમાં રૂમ લેવો જોઈએ. તેમજ પોલીસે આરોપી આશિષની ધરપકડ કરી છે.