દરરોજ ભૂલ્યા વગર રોજ ચઢો-ઉતરો સીડી, થશે એટલા બધા ફાયદાઓ કે ના પૂછો વાત

જ્યારે પણ તમને થાકનો અનુભવ થાય છે અથવા ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી થાય છે અથવા ઉર્જાની જરૂર હોય છે ત્યારે મોટાભાગના લોકો કોફી અથવા ચાનું સેવન કરે છે.તેમાં કોઈ શંકા નથી કે જયારે તમે કામ દરમિયાન ઉર્જાના અભાવના કારણે અથવા નિંદ્રાના અભાવના કારણે અચાનક ઊંઘ આવે ત્યારે મોટાભાગના લોકો કોફી પીવાનું પસંદ કરે છે.પરંતુ તાજેતરના સંશોધન મુજબ સીડી ચડવાથી તાત્કાલીક ઉર્જા મળી શકે છે.જી હા આ સાચું છે,આ જાણીને તમને આશ્ચ્ર્ય થશે પરંતુ આ બાબતે સંશોધન પણ કરવામાં આવ્યું છે.સીડી ચડવાથી વ્યક્તિમાં તાત્કાલીક ઉર્જા આવે છે અને એ ઉર્જા દિવસભર રહે છે.તો ચાલો જાણીએ કેવી રીતે સીડી ચડવાથી ઉર્જા પ્રાપ્તિ થાય છે.

સીડી ચડવી-ઉતરવી એ ફાયદાકારક છે

image source

પહેલાના સંશોધન મુજબ વધારે પ્રમાણમાં કેફીન પીવાથી આરોગ્યને નુકસાન થાય છે.આટલું જ નહીં પરંતુ ઉર્જા જાળવવા માટે પીવાતી કોફીની અસર પણ માત્ર થોડા સમય માટે જ રહે છે ત્યારબાદ તરત જ આ ઉર્જા સમાપ્ત થાય છે.

image source

આવા સમયમાં સંશોધનકારોએ તમને કોઈ આડઅસર વિના તરત જ ઉર્જા મેળવવાનો એક સરળ રસ્તો શોધી કાઢ્યો છે.જ્યારે પણ તમને ઉર્જાનો અભાવ લાગે ત્યારે એક કપ કોફી અથવા ચા પીવાને બદલે સીડી પર ચડવા અને ઉતરવાનું શરૂ કરો.જો તમે કેફીનથી ભરપૂર કોફી પીવાના બદલે 10 મિનિટ સીડી પર ચડશો,તો તમે ચોક્કસપણે ઉત્સાહિત અને પ્રેરિત અનુભવશો.

સીડીઓ ચડવાથી કોફી અને સોડા કરતા વધુ ઉર્જા મળે છે

image source

અમેરિકાની એક યુનિવર્સિટીમાં કરાયેલા સંશોધનથી બહાર આવ્યું છે કે પુખ્ત વયના લોકો જે સૂઈ શકતા નથી,જો તેઓ 10 મિનિટ સુધી સીડી પર ચડે-નીચે ઉતરે અને ત્યારબાદ થોડું ચાલે,તો તેઓ પેહલા કરતા વધારે શક્તિ અનુભવે છે.જે લોકો તરત ઉર્જા પ્રાપ્ત કરવા માટે કોફીનું સેવન કરે છે તે લોકો કરતા સીડીઓ ચડવા અને ઉતરતા લોકોમાં વધુ ઉર્જા પ્રાપ્ત થાય છે.

image source

આ સંશોધનમાં સંશોધનકારોએ 18 થી 23 વર્ષ વચ્ચેની 18 મહિલા વિદ્યાર્થીઓને શામેલ કરી હતી,જે લાંબા સમયથી ઊંઘ પુરી ન થવાની સમસ્યાથી પરેશાન હતી.સંશોધનનાં પરિણામોએ બહાર આવ્યું કે કેફીન પીવા સાથે સરખામણીમાં 10 મિનિટ સીડી પર ચડવા-ઉતરવાથી તેઓને તાત્કાલીક ઉર્જા પ્રાપ્ત થઈ હતી.તેથી આ સંશોધન પરથી બહાર આવ્યું છે કે સોડા અથવા કેફીનના સેવન કરતા સીડીઓ ચડવાથી તાત્કાલીક અને લાંબા સમય સુધી ઉર્જા પ્રાપ્ત થાય છે.

-સીડી ચડવા અને ઉતરવાથી તમારું હૃદય અને ફેફસાં બંને સ્વસ્થ અને સલામત રહે છે.આની સાથે શરીરમાં વધુને વધુ ઓક્સિજન પહોંચે છે અને ધબકારા પણ યોગ્ય રીતે કામ કરે છે.ઓક્સિજનની યોગ્ય માત્રા મેળવીને શરીરમાં લોહીનું પરિભ્રમણ પણ સારું થાય છે અને જેથી તમારા શરીરમાં ઉર્જા પ્રાપ્ત થાય.

image source

-સીડી ચડવાથી તમારું શરીર ફિટ રહે છે,તમારી ઉર્જા પણ યોગ્ય કાર્યમાં ખર્ચ થાય છે અને તમારા સમયનો પણ બચાવ થાય છે.જ્યારે લિફ્ટમાં ખુબ ભીડ હોય ત્યારે સીડીનો ઉપયોગ કરીને તમારી સીડી ચડવાની આદત વધારો.આ આદત તમારું ભવિષ્ય સુધરશે.

-નિયમિત સીડી ચડવા અને ઉતરવાથી તમારું વજન પણ ઘટશે અને તમારા શરીરની કેલરી પણ બર્ન થશે.

-સીડી ઉપર ચડવું એ એક કસરત છે જેમાં તમે એક પણ રૂપિયો ખર્ચતા નથી અને તમારે તેના માટે કશું ખરીદવું નહીં પડે.

– આ કસરત કરવાથી તમારું જીવન સ્વસ્થ રહે છે અને તમે તમારા જીવનમાં કેટલાક વધુ સારા અને સ્વસ્થ દિવસો ઉમેરી શકો છો.આનાથી ઘણા પ્રકારના આરોગ્ય જોખમો પણ ઓછા થાય છે.

image source

-નિયમિત સીડીઓ ચડવા અને ઉતરવાથી તમારા પગ અને સ્નાયુઓને ખૂબ મજબૂત રહે છે.

-સીડી ચડવી એક પ્રકારની કસરત જ છે અને આ કસરત તમને તાણથી દૂર રાખે છે.

-આ કસરત કર્યા પછી તમને સારી ઊંઘ પણ આવશે.

-આ સગર્ભા સ્ત્રીઓ માટે ખૂબ જ સારી કસરત છે.

image source

-સીડી ચડવા અને ઉતરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને તેનાથી ડાયાબિટીસ 2 નું જોખમ ઓછું થાય છે અને અનેક પ્રકારના ગંભીર રોગો પણ દૂર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત