સુરત ગ્રીષ્મા હત્યાનો ઓરિજિનલ ઓડિયો વાયરલ થયો, કોઈ જ ચેડાં કરાયાં નથી, ‘મેં ઓલીને મારી નાખી’ ફેનિલે કહ્યું અને…

સુરતના પાસોદરામાં સરા જાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરીયાના હત્યા કેસમાં સંડોવાયેલા આરોપી ફેનિલ ગોયાણી સામેની ન્યાયિક કાર્યવાહીમાં એફએસએલના બે અધિકારીની જુબાની લેવાઇ હતી. જોકે કોર્ટેનો સમય પૂરો થતાં હવે સર અને ઉલટ તપાસ આજ રોજ લેવામાં આવશે. અત્યાર સુધીની જુબાનીમાં જણાવ્યું હતું કે, ગ્રીષ્માને મારી નાખી હોવાનો ઓડિયોમાં ફેનિલ અને તેના મિત્ર આકાશનો અવાજ હોવાનું અને હત્યાનો વીડિયો ઓરિજિનલ હોવા સાથે કોઈ ચેડાં કરાયાં ન હોવાની જુબાની આપવામાં આવી છે.

image source

ગત રોજ ટ્રાયલ દરમિયાન હત્યાનો વધુ એક વીડિયો રજૂ કરાયો હતો. જેમાં ગ્રીષ્મા બચવાનો પ્રયાસ કરી રહી હતી. લોકો તેને છોડી દેવાનું કહેતા હતા. પરંતુ ફેનિલે ગળા પર બે વાર ચપ્પુ ફેરવ્યા બાદ ત્રીજા ઘાએ પતાવી દીધી હતી.

આરોપી ફેનિલ ગોયાણી સામેની ન્યાયિક કાર્યવાહીમાં બચાવ પક્ષે એડવોકેટ ઝમીર શેખએ સ્થળ પર પંચનામું ન થયો હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. એફએસએલના અધિકારીની તપાસ બાદ સરકાર પક્ષે ક્લોઝિંગ પ્રોસેસ રજૂ કરાય એવી શક્યતા છે. આગળ જતાં આરોપીનો વધારાનું સ્ટેટમેન્ટ લેવાશે. અત્યાર સુધી 100થી વધુ સાક્ષીઓની જુબાની લેવાઇ ગઇ છે.

image source

સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ અને બચાવ પક્ષે વકીલ હાજર રહ્યા હતા. એફએસએલના બંને અધિકારીની જુબાની લેવાઇ હતી. હવે આજે મોબાઈલ કંપનીના અધિકારીની પણ જુબાની લેવામાં આવનાર છે. આ સાથે જ સરકાર ક્લોઝિંગ પ્રોસેસ રજૂ કરે તેવી શક્યતા છે.