સુષ્મિતા સેનની ભાભીને એન્ગઝાયટી એટેકની સમસ્યા થઈ હતી, તે બાળકને સ્તનપાન કરાવી શકતી ન હતી

સુષ્મિતા સેનની ભાભી અને ટીવી અભિનેત્રી ચારુ આસોપાએ તાજેતરમાં જ ડિલિવરી પછી જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે વિશે વાત કરી હતી. તેણીએ જણાવ્યું કે તે કેવી રીતે અસ્વસ્થ રહેતી હતી અને તેણીને એન્ગઝાયટી એટેકની સમસ્યા થવા લાગી. તેની તકલીફ એટલી વધી ગઈ હતી કે તે દીકરીને દૂધ પણ પીવડાવી શકતી ન હતી.

image source

તાજેતરના એક ઈન્ટરવ્યુમાં ચારુ આસોપાએ પોતાની પ્રેગ્નન્સી અને બાળક સાથે જોડાયેલા દરેક મુદ્દા પર વાત કરી છે. ચારુ આસોપાએ કહ્યું કે ડિલિવરી પછી તરત જ તે પોતાની બાળકીને સ્તનપાન કરાવી શકતી નહોતી. ચારુ આસોપાએ જણાવ્યું કે તેમની ડિલિવરી સી-સેક્શન દ્વારા કરવામાં આવી હતી, જેના કારણે તે પોતાના બાળકને દૂધ પીવડાવી શકતી ન હતી અને આ જોઈને તે રડતી હતી.

ચારુએ જણાવ્યું કે જ્યારે તેને ડિલિવરી બાદ બ્રેસ્ટ મિલ્ક ન મળ્યું તો તે પરેશાન થઈ ગઈ. લોકોએ તેને કહ્યું કે ત્રણ-ચાર દિવસમાં માતાનું દૂધ આવી જશે. પરંતુ, મને લગભગ 6-7 દિવસ લાગ્યા. આવી સ્થિતિમાં, હું પરેશાન થઈ ગઈ અને ટેન્શનમાં આવી ગઈ, જ્યારે ડૉક્ટરો મને કોઈ પણ સંજોગોમાં તણાવ ન લેવાનું કહેતા હતા. સ્ટ્રેસને કાબૂમાં ન રાખી શકવાને કારણે તેને દરરોજ એન્ગઝાયટી એટેક આવવા લાગ્યા. ચારુ આસોપાએ કહ્યું, ‘થોડા દિવસો પછી મેં તેને સ્તનપાન કરાવવાનું શરૂ કર્યું અને બધું બરાબર હતું.

image source

ચારુ આસોપાએ આ ઈન્ટરવ્યુમાં પોતાની સાસુ અને નણંદની પણ પ્રશંસા કરી હતી. તેણે કહ્યું, ‘મારા જીવનમાં ત્રણ મહિલાઓનું મહત્વનું યોગદાન છે. મારી મા, મારી સાસુ અને મારી નણંદ. સુષ્મિતાના વખાણ કરતાં તેણે કહ્યું કે હું દીદી પાસેથી ઘણું શીખી છું. તેણે પોતાની બે દીકરીઓનો સારી રીતે ઉછેર કર્યો છે. તેમને જોઈને લાગે છે કે મહિલાઓ કંઈ પણ કરી શકે છે. તે જ સમયે, રાજીવ વિશે, તેણે એમ પણ કહ્યું કે તે પહેલા કરતા વધુ જવાબદાર બની ગયો છે અને જ્યારે તે વ્યસ્ત હોય છે ત્યારે જિઆનાનું ધ્યાન રાખે છે.