લગ્ન પહેલા પિતા બન્યા હતા આ 5 દિગ્ગજ ક્રિકેટર્સ, એન્ડ્ર્યુ સાયમન્ડ્સ પણ આ યાદીમાં સામેલ

ક્રિકેટર્સનું ગ્લેમરની દુનિયા સાથે હંમેશા ખાસ જોડાણ રહ્યું છે. આ ખેલાડીઓ જેટલી પોતાની રમત માટે જાણીતા છે તેટલા જ ચાહકો ક્રિકેટરો સાથે જોડાયેલી દરેક નાની-નાની વાત જાણવા માંગે છે. ખેલાડીઓના અંગત જીવન વિશે જાણવા માટે ચાહકો હંમેશા ઉત્સુક હોય છે. ક્રિકેટર્સની લવ સ્ટોરી વિશે તો ઘણી વાર સાંભળવા મળે છે, પરંતુ અમે તમને એવા 5 ક્રિકેટર્સ વિશે જણાવીશું જે લગ્ન પહેલા પિતા બન્યા હતા.

ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા એક ભારતીય ખેલાડી છે જે લગ્ન પહેલા પિતા બન્યો હતો. હાર્દિક પંડ્યાએ 30 જુલાઈ 2020 ના રોજ ખુલાસો કર્યો હતો કે તેની ગર્લફ્રેન્ડ નતાશા સ્ટેનકોવિક ગર્ભવતી છે, પરંતુ તે બંનેએ 1 જાન્યુઆરી 2020 ના રોજ દુબઈમાં સગાઈ કરી હતી.

image source

હાલમાં જ દુનિયાને અલવિદા કહેનાર ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર એન્ડ્ર્યુ સાયમન્ડ્સ પણ લગ્ન પહેલા પિતા બની ગયા છે. સાયમન્ડ્સ અને તેની પત્ની લૌરાએ 2014માં લગ્ન કર્યા હતા. પુત્રના જન્મના એક વર્ષ બાદ બંનેના લગ્ન થયા. તેમના પરિવારમાં પત્ની લૌરા અને બે બાળકો ક્લો અને બિલી છે.

image source

ઓસ્ટ્રેલિયાનો બેટ્સમેન ડેવિડ વોર્નર પણ લગ્ન પહેલા પિતા બની ગયો હતો. ડેવિડ વોર્નર અને તેની પત્ની કેન્ડિસ વોર્નરે 2014માં તેમની પ્રથમ પુત્રીને જન્મ આપ્યો હતો અને બંનેએ 2015માં લગ્ન કર્યા હતા.

image source

યુનિવર્સ બોસ તરીકે પ્રખ્યાત ક્રિસ ગેલ પણ લગ્ન પહેલા પિતા બનેલા ખેલાડીઓની યાદીમાં સામેલ છે. 2017 માં, તેની ગર્લફ્રેન્ડ નતાશા બેરિજે એક પુત્રીને જન્મ આપ્યો. ગેઈલે પિતા બન્યા બાદ નતાશા બેરીજ સાથે લગ્ન કર્યા હતા.

image source

ઈંગ્લેન્ડ ટીમના ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન જો રૂટ પણ લગ્ન કર્યા વિના પિતા બની ગયા છે. જો રૂટ અને તેની ગર્લફ્રેન્ડ કેરી કોર્ટેલની માર્ચ 2016માં સગાઈ થઈ હતી. પરંતુ લગ્ન પહેલા જ રૂટ પિતા બની ગયો હતો. 7 જાન્યુઆરી 2017ના રોજ, કોર્ટલે પુત્ર આલ્ફ્રેડને જન્મ આપ્યો, ત્યારબાદ બંનેએ લગ્ન કર્યા.