હાઈવે પર ખાદ્યતેલ ભરેલુ ટેન્કરલ પલટી ગયું, તેલ લૂંટી રફુચક્કર થયા લોકો

રાજસ્થાનના બાડમેર જિલ્લાના પચપદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારના ભંડિયાવાસ ગામ પાસે નેશનલ હાઈવે પર ખાદ્યતેલ ભરેલું ટેન્કર અચાનક પલટી ગયું. આ વાતની જાણ આસપાસના ગામના લોકોને થતાં જ તેઓ મોટી સંખ્યામાં ત્યાં એકઠા થઈ ગયા હતા. લોકો મોટા વાસણો લઈને હાઈવે પર તેલ લૂંટવા લાગ્યા અને ત્યાંથી નવ બે અગિયાર થઈ ગયા. હાઈવે પર બધા વાસણો લઈને દોડતા જોવા મળ્યા.

 

image source

ટેન્કર પલટી જવાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પોલીસે લોકોને વિખેરવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસ અધિકારીઓએ ક્રેનની મદદથી ઓઈલ ટેન્કરને સીધું કરાવ્યું હતું. હાલ પોલીસે ટેન્કરને પોતાના કબજામાં લઈ પોલીસ સ્ટેશનમાં પાર્ક કરાવ્યું છે.

ટેન્કર ગુજરાતથી જોધપુર જઈ રહ્યું હતું

image source

આ અંગે પચપાદરા પોલીસ સ્ટેશનના અધિકારી પ્રદીપ ડાગાએ જણાવ્યું હતું કે, નેશનલ હાઈવે પર ભંડિયાવાસ પાસે કડી તૂટવાને કારણે ખાદ્યતેલ ભરેલું ટેન્કર અચાનક પલટી ગયું હતું. આ અંગે આસપાસના લોકોને જાણ થતાં જ તેઓ તેલની લૂંટ કરવા માટે ત્યાં એકઠા થઈ ગયા હતા. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ક્રેનની મદદથી ઓઈલ ટેન્કરને સીધું કરવામાં આવ્યું હતું. ટેન્કરને કબજે લઈ પોલીસ સ્ટેશનમાં ઊભા રાખવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે ખાદ્ય તેલ ભરેલું આ ટેન્કર ગુજરાતથી જોધપુર જઈ રહ્યું હતું.