તસવીરમાં તમારી આંખોની સામે જ રીછ છે, પરંતુ કોઈ તેને શોધી શક્યું નથી, અનુભવીઓએ પણ કર્યું આત્મસમર્પણ

ઓપ્ટિકલ ઈલ્યુઝન એટલે કે ‘આંખની છેતરપિંડી’ સાથેની તસવીરો દરેકની કસોટી કરે છે. આના દ્વારા મગજની કસરત થાય છે, સાથે જ આંખોની રોશની પણ ખૂબ જ તેજ થાય છે. આ ચિત્રોને આ રીતે ડિઝાઇન કરીને કંઈક રહસ્ય છુપાયેલું છે અને અહીંથી શરૂ થાય છે રહસ્યોને ઉકેલવાનો પડકાર. ઈન્ટરનેટ પર આવી અનેક તસવીરો છે, જેને જોઈને ઘણા લોકો ચોકી જાય છે, પરંતુ તેનું રહસ્ય જાણી શકવું ખુબ જ અઘરું બને છે.

image source

આજે અમે તમારા માટે આવી જ એક તસ્વીર લાવ્યા છીએ, જે તસ્વીર જોઈને તમે વિચારમાં પડી જશો. આ તસ્વીરમાં એક રીછ છુપાયેલું છે, જે શોધવું અનેક લોકો માટે મુશ્કેલ બન્યું છે.

વાયરલ થઈ રહેલી આ તસવીર વાસ્તવમાં એક રેટ્રો પઝલ પેઇન્ટિંગ છે. આ તસવીરમાં તમે એક શિકારીને જોઈ શકો છો, જે ઘૂંટણિયે પડીને શિકારને શોધી રહ્યો છે. બરફથી ભરેલી આ તસવીરમાં એક રીંછ પણ છુપાયેલું છે અને તેને તમને શોધવાનો પડકાર મળ્યો છે. મોટા ભાગના લોકો પડકાર સ્વીકાર્યા પછી પણ નિષ્ફળ જતા હોય છે. ચિત્રને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે રીંછને શોધવું કોઈના માટે સરળ નથી.

image source

શું થયું ? હજુ સુધી તમે આ તસવીરમાં રીંછને જોયું નથી. વાંધો નહીં, અમે રીંછને શોધવામાં તમારી મદદ કરવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું. આખી પેઇન્ટિંગ જોવાને બદલે, ફક્ત શિકારીની પાછળ જુઓ. બેકગ્રાઉન્ડમાં જમણા ખૂણે જુઓ, એક રીંછ જમીન પર ઊંધું પડેલું છે. તે બેભાન અથવા મૃત છે. રીંછ ભુરો દેખાય છે. જો તમે હજી પણ તે શોધી શકતા નથી, તો વર્તુળ જુઓ, અહીં અમે રીંછને બતાવ્યું છે કે તે ક્યાં છે.