ડોકટરોએ કરી બતાવ્યો જાદુ, સાત વર્ષ કઈ પણ ન બોલી સકતા બાળકને પોતાનો અવાજ પાછો આપ્યો

દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં ટ્રેચેઓસ્ટોમી ટ્યુબથી 10 વર્ષથી વધુ સમય સુધી શ્વાસ લેવા વાળા 13 વર્ષીય છોકરાની સર્જરી કરવામાં આવી. આ 13 વર્ષના બાળકને પણ ડોક્ટરોએ અવાજ પણ પરત કર્યો, શ્રીકાંતને બાળપણમાં માથામાં ઈજા થઈ હતી અને ત્યાર બાદ તેને લાંબા સમય સુધી વેન્ટિલેટર પર રાખવો પડ્યો હતો. લાંબા સમય સુધી વેન્ટિલેશન પર રાખ્યા પછી, તેની વિન્ડપાઈપ બ્લોક થઈ ગઈ હતી, ત્યારબાદ ડોકટરોએ ટ્રેચેઓસ્ટોમી કરી હતી જેમાં ગરદનના છિદ્ર દ્વારા શ્વાસની નળી નાખવામાં આવી હતી.

જોકે, આ બાળકની વિન્ડપાઈપનો એક ભાગ ન હોવાને કારણે તેને સામાન્ય રીતે શ્વાસ લેવામાં ઘણી તકલીફ પડી રહી હતી. આ સાથે, બાળકનો અવાજ પણ સંભળાતો ન હતો કારણ કે તેને શ્વાસ લેવા માટે કોઈ એરવે ન હતો. આ કારણે તેનો અવાજ પણ આવતો ન હતો, પરંતુ હવે ડોક્ટરોએ આ બાળકની એરવે અને વોઇસ રિસ્ટોરેશન સર્જરી કરી છે. આ પછી બાળક હવે સ્વસ્થ છે અને તેનો અવાજ પાછો આવ્યો છે.

image source

આ ઓપરેશન બાદ ENT વિભાગના સિનિયર કન્સલ્ટન્ટે કહ્યું કે મેં મારા 15 વર્ષના કાર્યકાળમાં આવો કેસ જોયો નથી. જ્યારે મેં પ્રથમ વખત દર્દીને જોયો, ત્યારે મેં વિચાર્યું કે તે ખૂબ જ જટિલ એરવે અને વૉઇસ બોક્સ સર્જરી હશે. ત્યારબાદ હોસ્પિટલે આ ઓપરેશન માટે થોરાસિક સર્જરી, ENT, પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર અને એનેસ્થેસિયાના વિભાગોના ડોકટરોની એક પેનલ બનાવી.

લેરીન્જિયલ ડ્રોપ પ્રક્રિયા સાથે ઓપરેશન કરવામાં આવ્યું

ડૉ. મુંજાલે જણાવ્યું હતું કે વૉઇસ બૉક્સની નજીકની 4 સે.મી.ની વિન્ડપાઈપ સંપૂર્ણપણે ગાયબ હતી અને તે બિલકુલ કાર્યરત નહોતી. તેથી અમારો પહેલો પડકાર એરવેના ઉપરના અને નીચેના ભાગને નજીક લાવીને આ અંતરને પૂરો કરવાનો હતો. વૉઇસ બૉક્સને તેની સામાન્ય સ્થિતિમાંથી નીચે લાવવા માટે લેરિંજિયલ ડ્રોપ પ્રક્રિયા કરવામાં આવી હતી. ડૉક્ટરે કહ્યું કે તેમને ઓછા દબાણવાળા ઓક્સિજન સપોર્ટ પર મૂકવામાં આવ્યા હતા જેથી તેમને કોઈ પીડાદાયક હવા લિકેજ ન થાય.