જો તમને પણ શરીરમાં જણાય આવા ફેરફારો, તો ભૂલથી પણ ના કરતા ઇગ્નોર, જે તમને કરે છે થાઇરોઇડ તરફનો ઇશારો

થાઇરોઇડની સમસ્યા: થાઇરોઇડ થતા પહેલાં શરીર આ વિચિત્ર સંકેતો આપે છે,ના કરો આવા સંકેતોને ઈગનોર,બચી શકો છો થાઇરોઇડ જેવી બીમારીથી
થાઇરોઇડ એ એક એવો રોગ છે જે વર્તમાન સમયમાં ઝડપથી ફેલાય રહ્યો છે.કારણ કે થાઇરોઇડના લક્ષણો ખૂબ સામાન્ય દેખાય છે,લોકો ઘણી વાર તેને અવગણે છે.તેથી તે બેદરકારીનું પરિણામ એ છે કે આજે 4 કરોડથી વધુ લોકો આ રોગનો ભોગ બન્યા છે.પુરુષોમાં કરતા સ્ત્રીઓમાં થાઇરોઇડ વધુ જોવા મળે છે.અમે તમને જણાવી દઈએ કે આ રોગ થાઇરોઇડ ગ્રંથિના વિસ્તરણને કારણે થાય છે.

image source

આ ગ્રંથિ બટરફ્લાય આકારની હોય છે,જે શરીરની ઘણી આવશ્યક પ્રવૃત્તિઓને નિયંત્રિત કરે છે.આજે અમે તમને થાઇરોઇડ થતા પહેલા શરીરમાં જોવા મળતા પરિવર્તન વિશે જણાવી રહ્યા છીએ.જો તમે પણ આ લક્ષણો તમારા શરીરમાં અનુભવી રહ્યા છો,તો તરત જ તમારા ડોક્ટરનો સંપર્ક કરો.

બ્રેન ફ્રોગ

image source

તમારી થાઇરોઇડ ગ્રંથિ તમારા મગજમાં કેટલાક કાર્યો કરવામાં મદદ માટે જરૂરી હોર્મોન્સ મોકલે છે. જ્યારે હાયપોથાઇરોડિઝમ તે હોર્મોન્સનું પ્રવાહ ધીમું કરે છે,ત્યારે આડઅસર જોવા મળે છે અને તેને “બ્રેન ફ્રોગ” કહેવામાં આવે છે.જેના કારણે તમને ધ્યાન કેન્દ્રિત કરવું,વસ્તુઓ યાદ રાખવી અને સ્પષ્ટ રીતે વિચારવું મુશ્કેલ થાય છે.

મૂડમાં બદલાવ આવે છે

image source

શું તમે ઉદાસી અને અસ્વસ્થતા અનુભવો છો ? આના ઘણા કારણો હોઈ શકે છે,જેમાંથી થાઇરોઇડ પણ એક મુખ્ય કારણ હોય શકે છે.ડિપ્રેશન એ થાઇરોઇડના થવાના શરૂઆતની નિશાની છે.ચિંતા પણ આ સાથે જોડાયેલી છે.હાઈપોથાઇરોડિઝમમાં ઉદાસીની તકલીફ એ ખૂબ સામાન્ય છે અને હાઈપોથાઇરોડિઝમ સાથે અસ્વસ્થતા અનુભવવું એ પણ સામાન્ય છે.

ગર્ભાવસ્થાની સમસ્યા

image source

અધ્યયનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો તમને થાઇરોઇડ નામનો રોગ છે,તો ગર્ભવતી થવા વખતે તમને મુશ્કેલીઓ થવાની સંભાવના છે,જેમ કે પ્રિક્લેમ્પ્સિયા નામની સ્થિતિ.આ થવાથી સ્ત્રીને કસુવાવડ અથવા સ્થિરજન્મ થવાની સંભાવના વધારે છે.આ સિવાય,થાઇરોઇડવાળી સ્ત્રી મંદબુદ્ધિ બાળક અથવા ઓછા વજનવાળા બાળકને જન્મ આપી શકે છે.

પીરિયડ્સની સમસ્યા

image source

માસિક સ્રાવ દરમિયાન વિવિધ પ્રકારની સમસ્યાઓ થાઇરોઇડની નિશાની હોઇ શકે છે.ઓછું માસિક આવવું,પહેલાં કરતાં વધારે માસિક આવવું,અથવા પીરિયડ દરમિયાન અનિયમિત રહેવું એ પણ થાઇરોઇડની નિશાની હોઈ શકે છે.જો તમે છેલ્લા ઘણા મહિનાઓથી પીરિયડ્સમાં નથી થયા,તો પછી તે થાઇરોઇડની નિશાની પણ હોય શકે છે.થાઇરોઇડવાળી છોકરીઓઓ પીરિયડ્સમાં તેમની તારીખ પહેલાં અથવા ખૂબ મોડી થાય છે.

ચહેરા પર સોજો

image source

શું તમે ચહેરા પર સોજો આવવાની ફરિયાદ રહે છે ? જો એમ હોય તો,આ થાઇરોઇડનું મુખ્ય લક્ષણ છે.આ પ્રકારના સોજા મોટા ભાગે પાંપણ,હોઠ અને જીભમાં જોવા મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત