તમારા નામે અન્ય કોઈ મોબાઈલ નંબર ચાલુ છે કે નહીં ? તે આ સરળ રીતથી તમને તરત જ ખબર પડી જશે

છેલ્લા કેટલાક સમયથી છેતરપિંડીના કેસમાં વધારો થયો છે. ગુનેગારો લોકોને અનેક રીતે છેતરે છે. સિમ કાર્ડ અને આધાર કાર્ડની આ છેતરપિંડીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જો તે ખોટા હાથમાં જાય, તો તે તેનો દુરુપયોગ કરી શકે છે. આપણે ઘણી જગ્યાએ આપણા આધાર કાર્ડની કોપી આપીએ છીએ. ઘણી વખત તમને ખબર પણ નથી પડતી અને છેતરપિંડી કરનારા લોકો તમારા નામે ઈશ્યુ કરાયેલ સિમ કાર્ડ મેળવી લે છે. શું તમે જાણો છો કે તમારા નામે કેટલા મોબાઈલ નંબર નોંધાયેલા છે? અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે જાણી શકશો કે તમારા નામે કેટલા મોબાઈલ નંબર નોંધાયેલા છે.

image source

તમારા નામે કેટલા મોબાઈલ નંબર નોંધાયેલા છે તે તમે સરળતાથી શોધી શકો છો. આ માટે તમારે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) પોર્ટલની મુલાકાત લેવી પડશે. અહીંથી તમે સરળતાથી જાણી શકો છો કે તમારા આધાર કાર્ડ પર કેટલા સિમ કાર્ડ નોંધાયેલા છે. DoT દ્વારા જારી કરાયેલા નિયમો અનુસાર, નાગરિક તેના આધાર કાર્ડમાંથી માત્ર 9 મોબાઈલ નંબર જ આપી શકે છે. જો તમે પણ જાણવા માગો છો કે તમારા આધાર કાર્ડ સાથે કેટલા નંબર લિન્ક છે, તો તમે આ રીતે જાણી શકો છો.

image source

સૌથી પહેલા તમે TAFCOPની ઓફિશિયલ વેબસાઈટ https://tafcop.dgtelecom.gov.in/ પર જાઓ અને તેને ઓપન કરો. આ પછી તમારે તમારો મોબાઈલ નંબર અહીં એન્ટર કરવાનો રહેશે. આ પછી તમને એક OTP મળશે. આ OTP દાખલ કરો અને પોર્ટલમાં સાઇન ઇન કરવા માટે ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરો. તે પછી તમારે સાઇન-ઇન પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. આ પછી તમને બીજા પેજ પર લઈ જવામાં આવશે જ્યાં તમે તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલા તમામ અલગ-અલગ મોબાઈલ નંબર જોઈ શકશો.