તમારે પણ ક્યારેય જો ATMમાં પૈસા ફસાઈ જાય તો સોથી પહેલા આટલુ કરો, બાકી ઉપાડ્યા હશે એ બધા જશે, પાચીયું પણ હાથમાં નહીં આવે

આજના સમયમાં મોટાભાગના લોકો રોકડ ઉપાડવા માટે ATMનો ઉપયોગ કરે છે. પરંતુ તમે આવા સમાચાર ઘણી વાર સાંભળ્યા હશે કે કેશ ઉપાડતી વખતે ATM માં ​​જ પૈસા ફસાઈ જાય છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો ગભરાઈ જાય છે અને ફરીથી ATM મશીનમાંથી પૈસા કાઢવાનો પ્રયાસ કરે છે. આ સ્થિતિમાં તમારે ગભરાવાની જરૂર નથી. જો તમારી સાથે પણ આવું થાય છે, તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. આજે અમે તમને ATMમાં ફસાયેલા પૈસા પાછા મેળવવાની રીત જણાવવા જઈ રહ્યા છીએ.

image source

RBI ના નિયમો અનુસાર, જો ખાતાધારક તેની બેંકના ATM અથવા અન્ય કોઈ બેંકના ATM માંથી પૈસા ઉપાડે છે અને રોકડ બહાર આવતી નથી, પરંતુ ખાતામાંથી પૈસા કપાઈ જાય છે, તો આવી સ્થિતિમાં, તમારા બેંકની કોઈપણ નજીકની શાખાનો સંપર્ક કરો. જો બેંક બંધ હોય તો બેંકના કસ્ટમર કેરમાં ફોન કરીને તેની જાણ કરો. તમારી ફરિયાદ નોંધવામાં આવશે. આ માટે બેંકને એક સપ્તાહનો સમય મળશે.

ATM માંથી પૈસા ઉપાડતી વખતે, ટ્રાન્ઝેક્શન નિષ્ફળ થઈ શકે છે, પરંતુ તમારે તેની સ્લિપ રાખવી જોઈએ. તેથી સ્લિપ કાઢવાનું ક્યારેય ભૂલશો નહીં. જો કોઈ કારણોસર સ્લિપ ન આવે તો તમે બેંકને સ્ટેટમેન્ટ પણ આપી શકો છો. ટ્રાન્ઝેક્શન સ્લિપ મહત્વપૂર્ણ છે કારણ કે તે એટીએમ આઈડી, સ્થાન, સમય અને બેંકનો પ્રતિસાદ કોડ પ્રિન્ટ કરે છે.

image source

આવા મામલાઓને ધ્યાનમાં રાખીને RBI એ એક ખાસ ગાઈડલાઈન બનાવી છે. આ મુજબ, આવા કિસ્સાઓમાં, બેંકે 7 દિવસની અંદર ગ્રાહકોને પૈસા પાછા આપવા પડશે. જો બેંક એક અઠવાડિયાની અંદર તમારા પૈસા પરત ન કરે, તો તમે તેના માટે બેંકિંગ ઓમ્બડ્સમેનનો સંપર્ક કરી શકો છો. જો બેંક 7 દિવસની અંદર ગ્રાહકોને પૈસા પરત કરવામાં સક્ષમ નથી, તો તે પછી બેંકે ગ્રાહકને દરરોજ 100 રૂપિયા ચૂકવવા પડશે.