મુકેશ અંબાણીએ વિદેશમાં ખરીદી કરોડો રુપિયાની આલિશાન હોટેલ, એમાં રહેવાનું એક રાતનુ ભાડું જ…

મુકેશ અંબાણી માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતા છે કારણ કે મુકેશ અંબાણી એક ખૂબ જ મોટા અને પ્રખ્યાત બિઝનેસ મેન છે. તેમની વિશ્વના સૌથી અમીર પુરુષોની ગણતરીમાં આવે છે. મુકેશ અંબાણી આજના સમયમાં જ્યાં પણ છે, ત્યાં માત્ર અને માત્ર તેમની મહેનત અને સમર્પણના કારણે જ છે અને તેથી જ આજના સમયમાં આખી દુનિયા તેમને ઓળખે છે.

image source

મુકેશ અંબાણી પોતાનું જીવન રાજાની જેમ વિતાવે છે કારણ કે તેઓ દુનિયાના ખજાનામાંથી સૌથી કિંમતી વસ્તુ મેળવી શકે છે. મુકેશ અંબાણી હાલમાં મીડિયામાં ખૂબ ચર્ચામાં છે, કારણ કે હાલમાં જ મુકેશ અંબાણી વિશે એક ખૂબ જ મોટી વાત સામે આવી છે જે એ છે કે મુકેશ અંબાણીએ હાલમાં જ વિદેશમાં એક ખૂબ જ આલીશાન હોટેલ ખરીદી છે. જેની કિંમત કરોડોમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે આ હોટેલ ખૂબ જ આલીશાન છે.

મુકેશ અંબાણીએ હાલમાં જ અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં એક કિંમતી હોટેલ ખરીદી છે. જેની કિંમત કરોડોમાં નહીં પણ અબજોમાં છે. મુકેશ અંબાણીની આ હોટલ અમેરિકાની એક પ્રાચીન અને પ્રખ્યાત હોટલ છે. તેમની આ હોટેલનું નામ મદ્રિયન ઓરિએન્ટલ છે, જે ન્યૂયોર્કના ખૂબ જ પ્રાઇમ લોકેશન પર છે, જેનું નામ કોલંબસ સર્કલ છે.

image source

આ હોટેલની કિંમત 700 કરોડથી વધુ હોવાનું કહેવાય છે. આ હોટલની વાત કરીએ તો આ એક ખૂબ જ કિંમતી હોટેલ છે જેમાં એક રાત વિતાવવા માટે પણ લાખો રૂપિયા લાગે છે. કહેવામાં આવી રહ્યું છે કે અંબાણીની આ હોટલમાં એક રાત વિતાવવા માટે કુલ 10 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. આના પરથી તમને ખ્યાલ આવી શકે છે કે આ હોટેલ કેટલી લક્ઝુરિયસ છે.