અરે BFની શું જરૂર છે, ચાલ બાથરૂમમાં આવી જા હું તને જલસા કરાવું, અને પછી…. પોતાની બહેનપાણીએ યુવતીએ કહ્યું

જલાલપોરના એક ગામમાં પોતાની બહેનપણી સાથે અને પતિથી અલગ રહેતી એક યુવતીને પોતાની જ બહેનપણીનો કડવો અનુભવ થયો હતો. યુવતીનો નહાતો વીડિયો પોતાની જ બહેનપણીએ ઉતારી લીધો હતો. ત્યાર બાદ આ વીડિયો પોતાના બોયફ્રેન્ડને મોકલી આપ્યો હતો. જેના પગલે બોયફ્રેન્ડે પણ પોતાના મિત્રોને આ વાયરલ કર્યો હતો. જોત જોતામાં આ વીડિયો આગની જેમ સમગ્ર ગામ અને ત્યાર બાદ બહાર પણ ફેલાવા લાગ્યો હતો. જેના પગલે યુવતીની બદનામી થઇ હતી.

image source

યુવતીએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી જેના પગલે પોલીસ દ્વારા તેની બહેનપણી અને તેના બોયફ્રેન્ડની પોલીસે ધરપકડ કરી લીધી હતી. જલાલપોરની યુવતીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તે પોતાના પતિથી થોડા સમયથી અલગ રહે છે. પોતાની બહેનપણી સાથે રહે છે.

એક દિવસ કામમાં ઉતાવળ હોવાના કારણે બંન્નેએ સાથેજ ન્હાવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન પોતાની જ બહેનપણીએ બંન્ને સાથે ન્હાઇ રહી હોય તેવો વીડિયો ઉતારી લીધો હતો. યુવતી ન્હાઇ રહી હોવાનાં કારણે નગ્ન હતી. ત્યાર બાદ બહેનપણીએ આ વીડિયો પોતાના જ બોયફ્રેન્ડ મિત્તલ ટંડેલને મોકલી આપ્યો હતો. બોયફ્રેન્ડે પણ આ વીડિયો વાયરલ કરી દીધો હતો.

image source

જેના પગલે યુવતીએ પોતાની બહેનપણી અને તેના પ્રેમી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે ત્વરીત કાર્યવાહી કરતા યુવક તથા યુવતીની ધરપકડ કરી લીધી છે. સમગ્ર ઘટના એક વર્ષ પહેલાની છે. જો કે 3 માસ અગાઉ ગામમાં સોશિયલ મીડિયા દ્વારા આ વીડિયો વાયરલ થયો હતો. યુવતીના લગ્ન 2015માં થયા હતા. જો કે પતિ સાથે ખટરાગ હોવાતી તે 4 વર્ષથી પિયરમાં રહેતી હતી. જો કે 1 વર્ષ પહેલા બહેનપણી દ્વારા જ પોતાની બહેનપણીનો આ વીડિયો ફરતો કરવામાં આવતા ચકચાર મચી ગઇ હતી. જો કે આ આ મુદ્દે કેટલાક લોકો એવો પણ દાવો કરી રહ્યા છે કે, યુવતી લેસ્બિયન હતી અને તેના કારણે જ પતિથી અલગ રહેતી હતી અને પોતાના પતિને છોડીને બહેનપણી સાથે રહેતી હતી. હાલ તો પોલીસે કેસ દાખલ કરીને સમગ્ર મામલે તપાસ આદરી છે.