ટીવીની આ હિરોઈન પણ પાણીપુરી લવર, ખાવામાં એવી તો શું મસગુલ થઈ ગઈ કે લાખ રૂપિયાનું કવર જ ભૂલી ગઈ

થોડા સમય અગાવ આમિર ખાન પાણીપુરી ખાતો દેખાયો હતો. એ પહેલા ટીવીની અભિનેત્રી રૂબીના દિલૈકે તેના આખા પરિવાર સાથે તેને પાણીપુરીની મજા લીધી હતી. હાલમા જ ટીવી અભિનેત્રી કામ્યા પંજાબીએ પણ પાણીપુરી ખાધી હતી. જોકે, પાણીપુરી ખાતા સમયે આ અભિનેત્રી એક લાખ રૂપિયા ભરેલું તેનું પર્સ ત્યાં જ મૂકીને ચાલી ગઈ હતી.

અભિનેત્રીએ શું કહ્યું? :
અભિનેત્રી થોડા સમય અગાવ ઈન્દોર ગઈ હતી. અહીંયા તે એક પાણીપુરીની દુકાનમા એક લાખ રૂપિયા ભૂલીને ચાલી ગઈ હતી. મીડિયા સાથેની વાતચીતમા તેને જણાવ્યુ હતું કે, ‘હું રવિવારના દિવસે એક ઇવેન્ટ માટે ઈન્દોર ગઈ હતી. જ્યારે હું પાછી ફરતી હતી ત્યારે મારા મેનેજરે અહીંયાની એક દુકાનની ફેમસ પાણીપુરીની વાત મને કરી હતી. ઈન્દોર ચાટ માટે ખૂબ જ લોકપ્રિય છે. હું મારી જાતને રોકી ન શકી અને મે અહીં પાણીપુરી ખાવાનું નક્કી કર્યું. ત્યારે મારી પાસે એક કવર પણ હતું. આ કવરમા એક લાખ રૂપિયા ભરેલા હતા. મેં આ કવર વાળા પર્સને ટેબલ પર એક સાઇડમાં મૂકી દીધું હતું અને હું પાણીપુરી ખાવા લાગી. ખાવામાં એટલી બિઝી થઈ ગઈ કે પાછી ફરતી વખતે હું કવર લેવાનું જ ભૂલી ગઈ.’

गोल गप्पे खाने में इतनी मशगूल हुई काम्या पंजाबी, एक लाख कैश शॉप पर भूलीं,  फिर जो हुआ वो हैरान करने वाला था
image sours

હોટલ આવ્યા પછી મને જાણ થઈ હતી :
અભિનેત્રીના જણાવ્યા અનુસાર, ‘જ્યારે હું હોટલમાં ગઈ ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારી પાસે એક પૈસાનુ કવર હતું તે હવે નથી. હું તે પૈસાનું કવર પાણીપુરીની દુકાન પર જ ભૂલીને ગઈ અમે તે ત્યાં જ છે. મેં ત્યારે તરત જ મેનેજરને આ વાત કહી. મારો મેનેજર તે પાણીપુરીની દુકાન પર ગયો હતો. અહીંયા હું મારી હોટલમા આમતેમ આંટા મારતી હતી અને બસ એક જ પ્રાર્થના કરતી હતી કે મારુ કવર મળી જાય. હું મારા મનમા એમ જ વિચારતી હતી કે જો મારૂ કવર મળી ગયું તો હું મારા નસીબનો ખૂબ ખૂબ આભાર માનીશ, કારણ કે આ જગ્યાએ ખૂબ જ ભીડ હતી. મારો મેનેજર ત્યા પહોંચ્યો તો તે કવર હજુ પણ ત્યા જ પડ્યું હતું જ્યાં મેં તેને મૂક્યું હતું. પછી મેનેજરે પાણીપુરીના સ્ટોલના માલિક દિનેશ ગુર્જર સાથે વાતચીત કરી હતી અને મને મારૂ કવર મળી ગયું હતું. મને ખૂબ જ ટેન્શન હતું. મને તો એમ જ હતું કે મારુ આ પેકેટ મને નહીં જ મળે. મને લાગે છે કે ઈન્દોરના લોકો ખૂબ જ સારા છે.’ આ અભિનેત્રી છેલ્લે ટીવી સિરિયલ ‘શક્તિઃ અસ્તિત્વ કે અહેસાસ કી’માં જોવા મળી હતી. હાલમાં તે નાના પડદાથી દૂર છે.

image sours