વિરાટ કોહલીનો ઇન્સ્ટાગ્રામ પર ધમાકો, 200 મિલિયન ફોલોઅર્સ ધરાવનાર પ્રથમ ક્રિકેટર બન્યો

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પોતાના ખરાબ પ્રદર્શન અને સતત ક્રિકેટના કારણે આરામ લઈ રહ્યો છે. તે સાઉથ આફ્રિકા સામેની આગામી ટી20 શ્રેણીમાં નહીં રમે. ક્રિકેટના મેદાનમાંથી થોડો બ્રેક લીધા બાદ પણ ચાહકોમાં કોહલીનો ક્રેઝ ઓછો થયો નથી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલીના ફોલોઅર્સ સતત વધી રહ્યા છે. કોહલીએ આ મામલે નવો રેકોર્ડ હાંસલ કર્યો છે. તે 200 મિલિયન ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ ધરાવતો વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો છે.

રોનાલ્ડો પ્રથમ અને મેસ્સી બીજા ક્રમે છે :

દુનિયાભરના તમામ સ્પોર્ટ્સ દિગ્ગજોના ફોલોઅર્સની યાદી પર નજર કરીએ તો કોહલી આમાં ત્રીજા નંબરે આવે છે. વિશ્વભરમાં ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો કરવામાં આવે છે તે પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને ત્યારબાદ આર્જેન્ટિનાના ફૂટબોલર લિયોનેલ મેસી છે. રોનાલ્ડોના 451 મિલિયન (45.1 કરોડ) અને મેસીના 334 મિલિયન (33.4 મિલિયન) ચાહકો છે.

Virat Kohli ने बनाया रिकॉर्ड: एशिया के पहले शख्स बने, जिनके इंस्टाग्राम पर  200 M
image sours

સૌથી વધુ અનુસરવામાં આવેલ સ્પોર્ટ્સ લિજેન્ડ :

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો – 451 મિલિયન

લિયોનેલ મેસ્સી – 334 મિલિયન

વિરાટ કોહલી – 200 મિલિયન

નેમેન જુનિયર – 175 મિલિયન

લેબ્રોન જેમ્સ – 123 મિલિયન

કોહલીને આફ્રિકા શ્રેણીમાંથી આરામ મળ્યો છે :

વિરાટ કોહલી તાજેતરમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રમતા જોવા મળ્યો હતો. કોહલીએ આ IPL 2022 સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે કુલ 16 મેચ રમી, જેમાં તેણે 22.73ની નબળી સરેરાશથી માત્ર 341 રન બનાવ્યા. આ દરમિયાન તેણે માત્ર બે અર્ધસદી ફટકારી અને ત્રણ વખત ગોલ્ડન ડક માટે આઉટ થયો. ટીમ ઈન્ડિયાએ 9 જૂનથી દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ તેમના ઘરે 5 T20 મેચોની શ્રેણી રમવાની છે. તેનાથી કોહલીને આરામ મળ્યો છે.

Virat Kohli: Was approached a few times by other IPL teams in past -  Sportstar
image sours