અમદાવાદ હોય કે મહેસાણા… રાજકોટ સહિત આટલા શહેરમાં કાલથી અગ્નિ વરસશે, ગરમીનો પાર માપ બહાર જશે

સમગ્ર દેશમાં આ વર્ષે હોળી પહેલાંથી જ તાપમાન વધવાની સાથે ગરમીએ તેનો રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. માર્ચ મહિનામાં રાજસ્થાન, ગુજરાત અને મધ્ય પ્રદેશ સહિત ભારતના અનેક રાજ્યોમાં ગરમ હવા અથવા લૂ ચાલી રહી છે. હવામાન વિભાગે કહ્યું કે, દેશમાં આ વર્ષે વધતા તાપમાને ૧૨૨ વર્ષનો વિક્રમ તોડયો છે. સમગ્ર દેશમાં માર્ચ મહિનામાં સરેરાશ તાપમાન સામાન્ય કરતાં ૧.૮૬ ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું છે. માર્ચ ૨૦૨૨માં દેશમાં સરેરાશ મહત્તમ તાપમાન ૩૩.૧૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગ મુજબ વર્ષ ૧૯૦૮ પછી આ વર્ષે માર્ચ મહિનો સૌથી ગરમ રહ્યો હતો. IMD અનુસાર, ગુજરાત સહિત 9 રાજ્યોમાં હીટ વેવની સંભાવના છે, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થશે. માર્ચમાં સરેરાશ મહત્તમ તાપમાન 1901 થી સામાન્ય કરતાં 1.86 °C વધારે હતું.

image source

ચાર એપ્રિલ સુધી અમદાવાદ સહિત રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં ગરમીનો પારો 43 ડીગ્રીને વટાવી જવાની શક્યતા છે. હીટવેવની સૌથી વધુ અસર અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી અને કચ્છ જિલ્લામાં વર્તાય એવી શક્યતા છે. હીટવેવની સૌથી વધુ અસર અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા તેમજ રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી અને કચ્છ જિલ્લામાં વર્તાય એવી શક્યતા છે.

વર્ષ 2018માં 26 માર્ચે 41.5 ડીગ્રી , 2019માં 27 માર્ચે 40 ડીગ્રી , 2020માં 5 એપ્રિલે 40.6 ડીગ્રી અને 2021માં 27 માર્ચે 40.4 ડીગ્રી ગરમી પડી હતી. જ્યારે 2022માં 13 માર્ચે જ તાપમાનનો પારો 40.1 અને 14 માર્ચે 40 ડીગ્રી એ પહોંચી ગયો છે.

image source

IMDએ 9 રાજ્યોમાં એલર્ટ જારી કરીને કહ્યું છે કે આગામી થોડા દિવસોમાં જમ્મુ, હિમાચલ પ્રદેશ, ગુજરાત, ઝારખંડ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશના અનેક વિસ્તારોમાં આગામી બેથી ચાર દિવસ કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે. જોકે, આ જ સમયમાં અરૂણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. વિભાગે લોકોને આ સમયગાળા દરમિયાન સાવચેતી રાખવા અપીલ કરી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 4 થી 8 એપ્રિલની વચ્ચે તાપમાન 40 થી 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે.