યુવરાજસિંહને લઈ અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, AAP છોડીને ભાજપનો કેસરિયો ધારણ કરે એવી પૂરી શકયતા

ગુજરાતમાં હાલમાં યુવરાજ સિંહને લઈને ખૂબ રાજકારણ ગરમાયું છે, વિદ્યાર્થી નેતા તરીકે યુવરાજ સિંહ છબી ધરાવે છે ત્યારે હાલમાં પોલીસ પર ગાડી ચડાવવા મુદ્દે તે જેલમાં બંધ છે ત્યારે ભાજપે યુવરાજ સિંહ મુદ્દે ડેમેજ કંટ્રોલ કરીને તેમને મનાવવા માટે મોટું ઓપરેશન હાથ ધર્યું છે.

image source

મળતી માહિતી અનુસાર ભાજપે યુવરાજ સિંહને AAP છોડી પાર્ટીમાં સામેલ કરાવવા માટે ક્ષત્રિય નેતાઓને જવાબદારી સોંપી દીધી છે અને એક નેતા જેલમાં જઈને યુવરાજસિંહને મળી આવ્યા છે એવામાં જેલમાંથી બહાર આવ્યા બાદ યુવરાજ સિંહ મોટું એલાન કરીને AAP છોડી દે તેવો અંદરખાને દાવો કરવામાં આવ્યો છે. આટલું જ નહીં અત્યારે પણ યુવરાજ સિંહનો કેસ AAP નેતાઓ દ્વારા લડાઈ રહ્યો છે ત્યારે તે વકીલોને પણ હટાવી દેવામાં આવી શકે છે.

નોંધનીય છે કે યુવરાજ સિંહ આમ આદમી પાર્ટીમાં જોડાઈ તો ગયા હતા પરંતુ ક્યારેય તેઓ AAPના જાહેર મંચ પર આવ્યા નથી. હાલમાં કેજરીવાલ પણ ગુજરાત આવ્યા ત્યારે યુવરાજ સિંહ ત્યાં હાજર રહ્યા નહોતા. યુવરાજ સિંહે પોતાની છબી એક છાત્ર નેતાના રૂપમાં જ આગળ રાખી છે.

image source

વારંવાર ગુજરાતમાં પેપર ફૂટવાના કેસમાં યુવરાજ સિંહ અવાજ ઉઠાવતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓમાં પણ યુવરાજ સિંહ ખૂબ લોકપ્રિય ચહેરો બની ગયા છે જેની અસર હાલમાં જ LRD પેપર કાંડ વખતે દેખાઈ છે. આ ઉપરાંત અત્યાર સુધી પેપરલીક મામલે જે તે સમયે કૌભાંડ બહાર પાડીને ભાજપ સામે પડેલ યુવરાજ સિંહને પોતાના પક્ષમાં સામેલ કરવાથી દુશ્મનને દોસ્ત બનાવવા જેવી રણનીતિ ભાજપ અપનાવી શકે છે. યુવરાજ સિંહ જો ભાજપમાં જાય તો AAP અને કોંગ્રેસને શિક્ષણ મુદ્દે વિરોધ કરવાના મુદ્દા પણ મળતા બંધ થઈ શકે.

નોંધનીય છે કે વિદ્યાસહાયકોની માંગને લઈને યુવરાજ સિંહ ગાંધીનગર પહોંચ્યા હતા જ્યાં પોલીસના એક જવાન પર કાર ચડાવવાનો પ્રયાસ કરવાના આરોપના કારણે યુવરાજ સિંહની ધરપકડ કરવામાં આવી હતી.