મનોરંજન જગતમાં મોતનો સિલસિલો યથાવત… 20 વર્ષની અભિનેત્રીએ કરી લીધું સુસાઇડ, પંખા પર લટકેલી મળી લાશ

બંગાળી ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાંથી એક ખૂબ જ દુઃખદ અને આઘાતજનક સમાચાર સામે આવી રહ્યા છે. કોલકાતામાં બંગાળી ટીવી અભિનેત્રી પલ્લવી ડેની લટકતી લાશ મળી આવી છે. આજે સવારે પલ્લવીની લાશ તેના ઘરેથી મળી આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસ બાદ આ આત્મહત્યાનો મામલો લાગી રહ્યો છે, પોલીસ ઉંડાણ પૂર્વક તપાસ કરી રહી છે.

image source

આ મામલે પોલીસે અકુદરતી મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પલ્લવીની લાશ તેના ઘરમાં સીલિંગ ફેન સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. પલ્લવીને ફાંસીએ લટકતી જોઈને તરત જ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી, પરંતુ અફસોસ, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ પલ્લવીએ આ દુનિયાને અલવિદા કહી દીધું. હોસ્પિટલ લઈ જતા રસ્તામાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.પલ્લવીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને અભિનેત્રીના આ પગલા પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.

image source

પલ્લવીની અચાનક આત્મહત્યાના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. પલ્લવી બંગાળી ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી હતી. તે ટીવી શો ‘મોન માને ના’માં લીડ રોલમાં જોવા મળી હતી. પલ્લવીના કરિયરની વાત કરીએ તો ટીવી સીરિયલ ‘રેશમ ઝાંપી’માં કામ કર્યા બાદ તેને ખાસ ઓળખ મળી હતી. પલ્લવી તેના ફેન્સની ફેવરિટ હતી. તેમના અભિનય અને પાત્રોને ખૂબ પસંદ કરવામાં આવ્યા છે. પલ્લવીના અવસાનથી સ્ટાર્સની સાથે તેના દરેક ચાહકોને એવું દુઃખ થયું છે જે કદાચ તેમના દિલમાંથી ક્યારેય દૂર નહીં થઈ શકે.