કપૂર પરિવાર બાદ હવે ધર્મેન્દ્રના ઘરે વાગશે શરણાઈ, હેમા માલિની કરશે નવી વહુનું સ્વાગત

સુપરસ્ટાર સલમાન ખાનની સાથે, ફિલ્મ ઉદ્યોગમાં અન્ય એક સૌથી એલિજેબલ બેચલર છે અને તે દેઓલ પરિવારમાંથી છે. સુપરસ્ટાર ધર્મેન્દ્રના ભત્રીજા અને સની દેઓલ અને બોબી દેઓલના પિતરાઈ ભાઈ અભય દેઓલના લગ્નને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડ એક્ટર અભય દેઓલ 46 વર્ષનો છે અને તેણે હજુ સુધી લગ્ન કર્યા નથી. ‘દેવ ડી’ અને ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ જેવી ફિલ્મોમાં પોતાના અભિનયથી દરેકના દિલમાં ખાસ જગ્યા બનાવનાર અભય દેઓલે હવે પોતાના લગ્ન વિશે ખુલીને વાત કરી અને ક્લિયર હિન્ટ આપ્યું છે.

અભય દેઓલે સારા સમાચાર આપ્યા

આ પહેલા પણ ઘણી વખત અભય દેઓલના લગ્ન અને અફેરને લઈને અનેક પ્રકારના સમાચાર સામે આવી ચૂક્યા છે, જો કે અભયે આ સમાચારો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. હાલમાં જ મીડિયા સાથે વાત કરતી વખતે અભય દેઓલે તેના લગ્ન વિશે મૌન તોડ્યું છે અને ચાહકો સાથે સારા સમાચાર શેર કર્યા છે. અભય દેઓલે ખુલાસો કર્યો છે કે તે લગ્ન કરવા જઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Abhay Deol (@abhaydeol)

 

અભય દેઓલે આ વાતની પુષ્ટિ કરી

જણાવી દઈએ કે આ દિવસોમાં અભિનેતા તેની આગામી ફિલ્મ ‘જંગલ ક્રાય’નું પ્રમોશન કરી રહ્યો છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન મીડિયા સાથેની વાતચીત દરમિયાન, અભિનેતાને તેની લગ્ન કરવાની ઇચ્છા વિશે પૂછવામાં આવ્યું હતું. તેને તે મિસ્ટ્રી વુમેન વિશે પણ પૂછવામાં આવ્યું હતું જેને તે હાલમાં ડેટ કરી રહ્યો છે. આના પર અભયે કહ્યું, “હું લગ્ન કરી રહ્યો છું.” જોકે, તેણે બાકીના પ્રશ્નોના જવાબ આપ્યા ન હતા.

image source

કોઝી તસવીરો શેર કરી

હાલમાં જ અભય દેઓલે તેની ગર્લફ્રેન્ડ સાથેની કેટલીક ખૂબ જ સિઝલિંગ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી જે ખૂબ જ વાયરલ થઈ હતી. તસવીરો શેર કરતાં અભય દેઓલે કેપ્શનમાં લખ્યું, “મેરી નોન-બાઈનરી ડોલ!”. ત્યારથી ફેન્સ અભય દેઓલના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તે જ સમયે, હવે જ્યારે અભયે પોતે આ સમાચારની પુષ્ટિ કરી છે, ત્યારે હવે દરેકને તેના લગ્નની તારીખને લઈને ભારે એક્સાઇટમેન્ટ જોવા મળી રહ્યો છે.