વિદેશમાં નોકરી કરવા ગયેલા 6 ગુજરાતીઓ બરાબરના ફસાયા, મદદ માટે કરી રહ્યા છે અપીલ, જાણો શુ છે સમગ્ર મામલો

નોકરીની લાલચે દુબઈ ગયેલા 6 ગુજરાતી ફસાયા છે. આણંદ તથા વડોદરાના એજન્ટોએ લોભામણી લાલચ આપી દુબઈના શારજાહ ખાતે મોકલેલા એક મહીલા સહિતના છ વ્યક્તિઓ દુબઈના શારજાહમાં ફસાયા હોવાનો મામલો સામે આવ્યો છે. લાખો રૂપિયા આપી શારજાહ પહોંચ્યા બાદ એજન્ટોએ હાથ અધ્ધર કરી દીધા છે. ત્યારે ખંભાત અને પેટલાદના લોકોએ મદદ માટે સરકારને અપીલ કરી છે. દુબઈ પહોંચ્યા બાદ 5 યુવકો અને એક મહિલાનું શોષણ થઈ રહ્યું છે. ત્યારે આ તમામ લોકોએ એજન્ટની દાદાગીરીનો એક વીડિયો પણ શેર કર્યો છે.

ત્યારે દુબઇના શારજહામાં વડોદરા અને આણંદના યુવકો ફસાયા છે. દુબઈના શારજહામાં 6 ગુજરાતીઓ ફસાયા હોવાનું સામે આવ્યુ છે. જેમાં 5 યુવકો અને 1 મહિલા સામેલ છે. જેમાં આણંદના એક યુવકના પરિવારજનો દ્વારા આણંદના સાંસદને રજૂઆત કરવામાં આવી છે. સાંસદ દ્વારા દુબઈમાં ફસાયેલા યુવકોને પરત લાવવા માટે વિદેશ મંત્રાલયનો સંપર્ક કરી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

એજન્ટ થકી રોજગારી મેળવવા આ યુવકો દુબઇ ગયા હતા. ત્યારે દુબઇ પહોંચી 5 યુવકો અને એક મહિલાનું શોષણ થઈ રહ્યું છે. નોકરી અપાવવાના બહાને એજન્ટોએ તેમની પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા. ખંભાતના જલસણ તેમજ પેટલાદના એજન્ટોએ 5 યુવક અને 1 મહિલાને દુબઈ મોકલ્યા હતા. જલસણના પરેશ પટેલ નામના એજન્ટે 5 યુવક અને એક મહિલાને કામ અર્થે શારજહા બોલાવીને રઝળતા છોડી દીધા છે. શારજહા મોકલ્યા બાદ એજન્ટે હાથ અધ્ધર કર્યા હતા. ત્યારે હાલ પાંચ યુવક અને એક મહિલાની સ્થિતિ દયનીય બની છે.

image source

દુબઈમાં ફસાયેલ યુવક તેમજ યુવતીએ ભારત સરકાર પાસે મદદની અપીલ કરી છે. સાથે જ તેણે વીડિયો વાયરલ કરીને પોતાની આપવીતી જણાવી છે. યુવકે વીડિયોમાં મદદ માંગતા કહ્યુ કે, સચીન પટેલ, પરેશ પટેલ, સાધના પરેશ પટેલે ઈન્ડિયામાં કોન્ટેક્ટ કરીને યુએઈ બોલાવ્યા હતા. મારી પત્નીને પણ બોલાવી હતી. તમે સાથે આવો તો જ નોકરી આપીશ. મારો પાસપોર્ટ લઈને મને દબાવી રાખ્યો. અમે આવ્યા તો અમને અહીથી કાઢી મૂક્યા. હાલ સ્થિતિ એવી છે કે, અમે ક્યારેક ગાર્ડનમાં સૂઈ જઈએ છીએ, અને ક્યારેક કોઈ ફ્રેન્ડના ઘરે સૂઈ જઈએ છીએ. યુએઈ સરકાર મારી હેલ્પ કરે તેવી મારી ઈચ્છા છે. પ્લીઝ, હેલ્પ મી.

દુબઈમાં ફસાયેલ વિક્રમ મારવાડી દ્વારા જાહેર કરાયેલ એક વિડીયોમાં જણાવ્યા મુજબ થોડા સમય પૂર્વે તે વડોદરાના નિઝામપુરામાં ઈમીગ્રેશનની ઓફીસ ચલાવતા વિજયભાઈ દરબારના સંપર્કમાં આવ્યા હતા. જ્યાં સચીન પટેલ, પરેશ પટેલ અને સાધનાબેન સચિનભાઈ પટેલ દ્વારા તેઓને દુબઈ ખાતે મોકલવાની વાત કરવામાં આવી હતી. જે પેટે આ એજન્ટોએ તેઓની પાસે ત્રણ લાખ રૂપિયા ઉપરાંતની રકમ લીધી હતી. સૌપ્રથમ વાર બોગસ વીઝા અપાવ્યા બાદ કાયદેસરના વીધાથી તેઓને દુબઈ મોકલ્યા બાદ એજન્ટોએ તેઓનો પાસપોર્ટ લઈ લીધો હતો અને છેલ્લા કેટલાક દિવસોથી તેઓ આમતેમ મિત્રવર્તુળના સહારે જીવન ગુજારી રહ્યા છે. ભારત પરત આવવા માટે તેઓએ યુએઈ સરકાર તથા ઈન્ડિયન એમ્બેસીમાં મેઈલ થકી જાણકારી આપી હતી. આવા લેભાગુ એજન્ટોની લોભામણી લાલચોના ષડયંત્રનો ભોગ ન બનવા તેઓએ ગુજરાતીઓને ખાસ ચેતવ્યા છે.