નુસરત ભરૂચા મેક અપથી નહીં, પરંતુ આ 4 વસ્તુઓથી સ્કિનને રાખે છે સુંવાળી અને ગ્લોઇંગ

નુસરત ભરૂચા એ અભિનેત્રીઓમાંની એક છે જેણે જાતે જ બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. પ્યાર કા પંચનામાથી કરોડો દિલ પર રાજ કરનાર નુસરત ભરૂચાના સોશિયલ મીડિયા પર આજે લાખો ચાહકો છે. હાલમાં નુસરત અનેક પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે અને તેની ઘણી ફિલ્મ્સ પણ રિલીઝ થવાની છે. નુસરત તેની જોરદાર અભિનયની સાથે સાથે તેની કુદરતી સુંદરતા માટે પણ ખુબ ફેમસ છે. નુસરત તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ફેશનની સાથે તેની સુંદરતા અને ફિટનેસ ટીપ્સ પણ શેર કરે છે. નરમ અને ગ્લોઇંગ ત્વચા નુસરતની સુંદરતામાં વધારો કરવાનું કામ કરે છે, શું તમે એ જાણવા માગો છો કે નુસરત ભરૂચાની સુંદરતાનું રહસ્ય શું છે ? તો ચાલો અમે તમને જણાવીએ કે તમારી ત્વચા નુસરત ભરૂચા જેવી ગ્લોઈંગ બનાવવા માટે તમારે કઈ આદતો અપનાવવી પડશે.

કેમિકલને બદલે પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરો

image source

જો તમે પણ ઇચ્છો છો કે તમારી ત્વચા નુસરત ભરૂચના જેવી ચમકદાર હોય અને તંદુરસ્ત લાગે, તો પછી કેમિકલને બદલે કુદરતી ઉત્પાદનોનો ઉપયોગ કરો. ઉદાહરણ તરીકે, દિવસ અને નાઇટ ક્રીમને બદલે, તમે ચહેરા પર દહીં અથવા મલાઈથી હળવી મસાજ કરી શકો છો. દહીં અને મલાઈથી ચહેરા પર કોઈ આડઅસર થતી નથી અને તમે એન્ટી એજિંગના પણ શિકાર થતા નથી. તેથી, સૌ પ્રથમ, તમારે રાસાયણિક પદાર્થોનો ઉપયોગ કરવાનું બંધ કરવું જોઈએ.

તમારી જાતને હાઇડ્રેટેડ રાખો

image source

જો તમને લાગે છે કે માત્ર ક્રીમ, ફેશિયલ અને મસાજ વગેરે લગાવવાથી ચહેરો ગ્લોઈંગ થાય છે, તો તમે ખોટા છો. ચમકતી ત્વચા માટે પોતાને હાઈડ્રેટેડ રાખવું ખુબ જ જરૂરી છે. જો તમે પુષ્કળ પાણી પીવ છો, ત્યારે શરીરમાંથી તમામ ઝેરી તત્વો બહાર આવે છે. તમારા દિવસની શરૂઆત ચા અથવા કોફીથી નહીં પરંતુ હળવા નવશેકા પાણીમાં લીંબુ અને મધ ઉમેરીને આ આયુર્વેદિક પીણાથી કરો.

નુસરત ભરૂચા તંદુરસ્ત આહાર લે છે

નુસરત ભરૂચાએ પોતાના ઘણાં ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે તે દરેક બાબતની ખુબ જ કાળજી લે છે, તે તંદુરસ્ત આહારનું પાલન કરે છે. નુસરત તેના નાસ્તામાં ફળોનો જ્યૂસ અને ચિયા સ્મૂધિ પીવાનું પસંદ કરે છે. આ ચીજોના સેવાથી તેઓ દિવસભર ઉર્જા મેળવે છે તેમજ તેમનો ચહેરો ગ્લોઈંગ રહે છે. હકીકતમાં, જ્યારે તમે તંદુરસ્ત આહાર લો છો, ત્યારે તમારા આંતરડા સંપૂર્ણપણે સાફ થાય છે, જેનું તમારા ચહેરા પર અસર કરે છે.

કસરત અને યોગ કરવો જરૂરી છે

દરેક અભિનેત્રીએ તેના ફેન્સને પ્રોત્સાહિત કરવા માટે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ઘણી વાર કહ્યું છે કે એક દિવસ પણ એવો નથી હોતો, જયારે તેઓ યોગ અથવા કસરત ન કરે. આનાથી તેમની ચરબી ઓછી થાય છે તેમજ ચહેરા પર કુદરતી ચમક આવે છે. નુસરત ભરૂચા અઠવાડિયામાં માત્ર 1 વાર ચીટ માઇલ લે છે. આપણે બધા જાણીએ છીએ કે ફિટ રહેવા અને રોગોથી દૂર રહેવા માટે કસરત કરવી ખૂબ જ જરૂરી છે.

જો તમે પણ નુસરત ભરૂચા જેવી ગ્લોઈંગ અને સુંદર ત્વચા મેળવવા ઈચ્છો છો, તો આજથી જ તમારા રૂટિનમાં આ ટિપ્સનું પાલન કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત