આ બાળકોમાં બ્લડ પ્રેશર હંમેશા ઓછું જ જોવા મળે છે, કારણ જાણીને તમને પણ થશે આશ્ચર્ય

બાળક માટે માતાનું દૂધ ખૂબ મહત્વનું હોય છે તે વાત આપણે સૌ જાણીએ છીએ. પરંતુ તાજેતરમાં થયેલી એક રિસર્ચમાં એવી જાણકારી સામે આવી છે જેના વિશે કદાચ જ કોઈ જાણતું હશે. સ્તનપાન સંબંધિત આ રિસર્ચમાં પુષ્ટિ થઈ છે કે બ્રેસ્ટફીડિંગનો સંબંધ વયસ્ક થયા પછી હૃદય સંબંધી બીમારીના થવા સાથે પણ જોડાયેલો છે.

image soucre

રિસર્ચમાં જાણવા મળ્યું કે જે બાળકોને બ્રેસ્ટફીડિંગ કરાવવામાં આવ્યું હોય છે તેમનું બ્લડ પ્રેશર જેમણે સ્તનપાન કર્યું જ નથી તેવા બાળકોની સરખામણીએ ઓછું હતું. શોધકર્તાઓનું કહેવું છે કે શરુઆતી ઉંમરમાં ઓછા બ્લડ પ્રેશરથી વયસ્ક થવા પર હૃદય અને રક્ત વાહિકા સ્વસ્થ રહે છે. સ્વાસ્થ્ય માટે સ્તનપાનના ફાયદાના ખુલાસા આ પહેલા પણ થઈ ચુક્યા છે. આ રિસર્ચના પરિણામોને જર્નલ ઓફ અમેરિકન હાર્ટ એસોસિએશનમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે.

image soucre

રિસર્ચ અનુસાર જાણવા મળ્યું છે કે હાઈ બીપી સહિતની હૃદય સંબંધિત બીમારીનું જોખમ ઊભું કરતાં કારણોની શરુઆત નાનપણમાં જ થઈ જાય છે. રિસર્ચમાં તેની પણ પુષ્ટિ કરવામાં આવી કે સ્તનપાનનો સંબંધ વયસ્ક થયા પછી હૃદય સંબંધિત બીમારીનું જોખમ ઘટાડવા સાથે જોડાયેલું છે. જો કે રિસર્ચમાં સ્તનપાન કેટલો સમય માટે કરાવવું તે સ્પષ્ટ જણાવવામાં આવ્યું નથી.

image soucre

શોધકર્તાઓનું કહેવું છે કે નાનપણમાં બ્લડ પ્રેશર અને બાળકના જન્મ પછીના શરુઆતી સમયમાં કરાવેલા સ્તનપાન વચ્ચેનો સંબંધ દર્શાવતું આ પહેલું સંશોધન છે. શોધકર્તા મેગન આઝાદનું આ અંગે કહેવું છે કે, રિસર્ચના પરિણામ અપ્રત્યાશિત છે. તેમનું જે અનુમાન હતું તેનાથી વિપરીત આ પરિણામ આવ્યું છે. જો કે તેનાથી ફરક પડતો નથી કે કેટલા સમય સુધી બાળકને સ્તનપાન કરાવવામાં આવ્યું છે. તે સમય 2 દિવસનો હોય, 2 સપ્તાહનો, 2 મહિનાનો કે પછી 2 વર્ષનો. મહત્વનું એ છે કે સ્તનપાન કર્યું હોય તે બાળકોના બ્લડ પ્રેશરમાં સુધારો જોવા મળ્યો છે.

રિસર્ચ અનુસાર જે બાળકોએ માતાનું દૂધ ઓછું પીધું હોય તેમનું બ્લડ પ્રેશર 3 વર્ષની ઉંમરમાં ઓછું હતું. શોધકર્તાઓની રિસર્ચમાં 2400 બાળકોના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 2009થી 2012 વચ્ચે જન્મેલા આ હજારો બાળકો સાથે માતાના સ્વાસ્થ્ય વિશે પણ જાણકારી મેળવવામાં આવી હતી.

image soucre

શોધકર્તાઓ જાણવા ઈચ્છતા હતા કે શરુઆતી સમયના અનુભવ કેવી રીતે સ્વાસ્થ્ય અને વિકાસને આકાર આપે છે. 98 ટકા બાળકોને કેટલો સમય બ્રેસ્ટ ફીડિંગ કરાવવામાં આવ્યું છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે માત્ર 2 ટકા બાળકો એવા હતા કે જેમને સ્તનપાન કરાવવામાં જ આવ્યું ન હતું. આ સિવાય 78 ટકા બાળકોએ 6 માસ કે તેનાથી વધુ સમય માટે, 62 ટકા બાળકોએ 3 મહિના સુધી ફક્ત સ્તનપાન જ કર્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત