બાળકોને કોઇ પણ પ્રકારની દવાઓ આપતા પહેલા રાખો આ બાબતોનું ખાસ ધ્યાન, નહિં તો..

બાળકોને કોઇપણ પ્રકારની દવાઓ આપતા પહેલા કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.?

શિયાળાની ઋતુમાં બાળકોને શરદી- ખાંસી અને તાવ થઈ જવા ઘણી સામાન્ય બાબત છે. શિયાળાની ઋતુમાં વ્યક્તિનું શરીર જરૂરિયાત કરતા વધારે નબળું થઈ જાય છે. જો આપ શિયાળાની ઋતુમાં યોગ્ય ખાન- પાન નથી રાખતા તો આપ બીમાર પડી શકો છો. શિયાળાની ઋતુમાં લોકો પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખે છે. કેટલીક વ્યક્તિઓ પોતાના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે કસરત કરવાનું શરુ કરી દેતા હોય છે. એટલું જ નહી, શિયાળામાં ખાસ પ્રકારના ભોજન પણ બનાવવામાં આવે છે જેમ કે, અડદિયા પાક, ગુંદર પાક, ટોપરા પાક વગેરે જેવા ખાસ વસાણાંનું સેવન કરવામાં આવે છે. ઉપરાંત શિયાળાની ઋતુમાં શાકભાજી પણ ઘણા સસ્તા ભાવમાં મળી જાય છે. એટલા માટે શિયાળાની ઋતુમાં મોટાભાગની વ્યક્તિઓ તાજી શાકભાજી મળી જતી હોવાના લીધે શિયાળાની ઋતુમાં લોકો પોતાનું અને પોતાના પરિવારના દરેક સભ્યોના સ્વાસ્થ્યનું ખુબ જ ધ્યાન રાખતા હોય છે.

image source

શિયાળાની ઋતુમાં બાળકોની ઈમ્યુનીટી સિસ્ટમ નબળી થઈ જાય છે અને જયારે બાળકોને શરદી- ખાંસી થાય છે તા આપણે ઘરેથી જ દવાઓ આપી દેતા હોઈએ છીએ પરંતુ આપે બાળકોને દવાઓ આપતા સમયે કેટલીક ખાસ સાવધાનીઓ રાખવી ખુબ જ જરૂરી છે. જેના વિષે આજે અમે આપને જણાવીશું.

image source

આપ જયારે પણ બાળકોને દવાઓ આપો છો તો ત્યારે આપે દવાઓની બોટલ પર લખવામાં આવેલ સાવધાનીઓને ધ્યાનથી વાંચી લેવી જોઈએ.
બાળકોને દવા આપતા સમયે ઉપયુક્ત ઉત્પાદનોનો જ ઉપયોગ કરવાની સાથે જ જે વસ્તુની બીમારી હોય છે તેના મુજબ જ દવાઓ આપવી જોઈએ. દવા માટે જે ઈન્સ્ટ્રકશન આપવામાં આવ્યો હોય તેના મુજબ જ દવા આપવી જોઈએ.

image source

૨૦ વર્ષ કરતા નાના બાળકોને એસ્પિરીન કે પછી એસ્પિરીન યુક્ત ઉત્પાદનો આપવા જોઈએ નહી અને એના સિવાય બાળકોને ક્યારેય પણ ઊંઘ આવે તેના માટે એંટીથીસ્ટેમાઈન્સ યુક્ત દવાઓ આપવી જોઈએ નહી.

image source

આપ જયારે પણ પોતાના બાળકને દવા આપો છો તો આપે દવા આપતા પહેલા પોતાના હાથને સારી રીતે સાબુથી ધોઈ લેવા જોઈએ. આવી રીતે સાબુથી હાથ ધોવાથી આપ પોતાને કેટલાક પ્રકારના સામાન્ય સંક્ર્મણોને અટકાવવા માટે સૌથી સારો ઉપાય છે.

આપે ભૂલથી પણ બાળકોને એક જ સમયે એક કરતા વધારે દવાઓ આપવી જોઈએ નહી.

image source

જે વ્યક્તિઓને ફ્લુ હોય છે એમનાથી અંતર બનાવીને રાખો સંક્રમણને ફેલાવાથી રોકવા માટે બાળકને અન્ય વ્યક્તિઓના સંપર્કમાં આવવાથી બચાવો. વાયરલ સંક્રમણથી બચાવવા માટે બાળકને ટીકા લગાવવા માટે પ્રોત્સાહિત કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત