શું તમે જાણો છો કેમ વૃદ્ધો કોરોના વાયરસથી બચવા આંબલી ખાવાની આપે છે સલાહ?

ભારતમાં કોરોના વાયરસનું જોખમ સતત વધી રહ્યું છે. આવી સ્થિતિમાં, નિષ્ણાતો દ્વારા સલાહ આપવામાં આવી રહી છે કે કોરોના વાયરસ સામે લડવામાં આપણી પ્રતિરક્ષા ક્ષમતા રોગો સામે લડવાની શક્તિશાળી હશે, તો જ આપણે આ વાયરસથી બચી શકશું. ખાસ નોંધનીય છે કે વિટામિન ‘સી’ ઘરમાં રાખવામાં આવતી ઘણી વસ્તુઓમાં જોવા મળે છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં સક્ષમ હોય છે. આમ પણ ખાટી વસ્તુઓમાં વિટામિન ‘સી’ ખૂબ હોય છે અને ઘરમાં રાખેલી ખાટી-મીઠી આંબલી દરેકને ગમતી હોય છે. આંબલી ઘણા ગુણોથી ભરપૂર પણ હોય છે.

image source

એક જાણીતા ડૉકટરના જણાવ્યા અનુસાર, તેમાં શરીર માટે આરોગ્યપ્રદ એવા વિટામિન ‘સી’ ઉપરાંત વિટામિન એ, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, પોટેશિયમ, મેંગેનીઝ અને ફાઈબર જેવા ઘણા ઘટકો હોય છે. ઘણીવાર વૃદ્ધ વડીલ લોકો આંબલી ખાવાની પણ ભલામણ કરે છે. તો ચાલો જાણીએ આંબલી ખાવાના ફાયદા શું છે?

આંબલીથી રોગપ્રતિકારક શક્તિ વધે છે

image source

આંબલીમાં વિટામિન ‘સી’ ઉપરાંત, તે એન્ટીઓકિસડન્ટથી પણ ભરપુર હોય છે. આંબલી માત્ર રોગપ્રતિકારક શક્તિને જ મજબૂત નથી બનાવતી, પરંતુ તે કોઈપણ પ્રકારના ચેપને વિકસિત થતો અટકાવે પણ છે. એન્ટિસેપ્ટિક ગુણધર્મો ઘાને ઝડપથી મટાડે છે. કોરોના વાયરસના ચેપ સામે લડવામાં રોગપ્રતિકારક ક્ષમતા વધારનાર આંબલી ખૂબ મદદગાર સાબિત થઈ શકે છે.

કિડની અને લિવર માટે ફાયદાકારક

image source

આંબલીમાં રહેલા પૉલીફેનોલ્સમાં એન્ટીઓકિસડન્ટ અને બળતરા વિરોધી (એન્ટી ઈંફ્લેમેન્ટરી) ગુણધર્મો લિવર (યકૃત) માટે ફાયદાકારક હોય છે. આંબલીનાં બીજનો અર્ક પીવાથી લિવરનાં રોગોમાં રાહત મળે છે. તેના બળતરા વિરોધી ગુણધર્મો લિવરને નુકસાન થતું અટકાવે છે. તેના સેવનથી વજન પણ ઓછું થાય છે.

શરદી અને ખાંસીની સમસ્યાથી છૂટકારો અપાવે છે

image source

આંબલીમાં થિયામિન અને રાઇબોફ્લેવિન તત્વ હોય છે, જે શરદી-ખાંસી મટાડવામાં મદદ કરે છે. આ માટે એક વાસણમાં એક ગ્લાસ પાણી ઉકાળો અને તેમાં તાજા સમારેલા અડધા કપ આંબલીનાં પાન ઉમેરો, હવે જો તમે ઈચ્છો તો સ્વાદ માટે થોડું લીંબુ, થોડું મધ અને ઈલાયચી ઉમેરી શકો છો. આ મિશ્રણ પીવાથી કફ, શરદી અને ગળાની સમસ્યા દૂર થઈ જાય છે. એઈમ્સના ડૉક્ટર અજય મોહનના જણાવ્યા અનુસાર, શરદી, ખાંસી અને તાવ એ કોરોના વાયરસના મુખ્ય લક્ષણો છે.

હૃદયના દર્દીઓ માટે ફાયદાકારક

.
image source

આંબલીના એન્ટીઓકિસડન્ટ ગુણ હૃદય માટે ફાયદાકારક હોય છે. આંબલીમાં હાજર ફ્લેવોનોઈડ્સ જેવા પૉલીફેનોલ્સ હૃદયને તમામ રોગોથી સુરક્ષિત કરવામાં મદદ કરે છે. તેના નિયમિત સેવનથી કોલેસ્ટરોલનું સ્તર પણ નિયંત્રિત થાય છે. આંબલીમાં કેટલાક એવા સંયુક્ત ઘટકો હોય છે જે હૃદયના કોષોને મજબૂત બનાવે છે.

આંબલી આંખો માટે પણ ફાયદાકારક છે

.
image source

આંબલીમાં વિટામિન ‘એ’ પણ ઘણી માત્રામાં જોવા મળે છે, જે આંખો માટે ખૂબ ફાયદાકારક હોય છે. વિટામિન એનું વધુ સેવન કરવાથી આંખના કોર્નિયા સુરક્ષિત રહે છે. આ ઉપરાંત, તે મૈક્યુલર ડિજનરેશનના વિકાસનું જોખમ ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. આંબલીના રસમાં જોવા મળતા ઘણા પોષક તત્વો આંખના ચેપ સામે રક્ષણ આપે છે.

પાચનની મજબૂતીમાં સહાયક

આંબલીમાં ફાઈબર પણ ભરપુર માત્રામાં હોય છે, જેનાથી પાચન તંત્ર વ્યવસ્થિત રહે છે. જો દરરોજ એક આંબલીનું સેવન કરવામાં આવે તો પાચન શક્તિ મજબૂત બને છે અને પેટના નાના અને મોટા બંને આંતરડા સ્વચ્છ રહે છે. ઉપરાંત, તેનાથી પેટને લગતી બીમારીઓ જેવી કે, કબજિયાત, અપચો, ગેસ, એસિડિટી પણ નહીં થાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત