ફોલો કરો આ ટિપ્સ, નખ ચાવવાનુ ભૂલી જશે તમારું બાળક

શું તમારું બાળક પણ નખ ચાવે છે? મોટાભાગના બાળકોમાં નખ ચાવવાની અથવા અંગૂઠો ચૂસવાની ટેવ હોય છે, જેનાથી માતાપિતા પરેશાન રહે છે. આવું ત્યારે બને છે જ્યારે બાળકો તેમાં સ્વાદ અનુભવવાનું શરૂ કરે છે અથવા તેમના દાંત આવવા લાગે છે, ત્યારે બાળકો આ આદત પકડે છે. આમ તો નખ ચાવવાથી વધારે કોઈ નુકસાન થતું નથી, પરંતુ પેટની સમસ્યા અને ગંદકીની ફરિયાદો થઈ શકે છે. નખ ચાવવા એ સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક સાબિત થઈ શકે છે. જો તમે બાળકના નખ ચાવવાની આદતથી પરેશાન છો, તો પછી અહીં નખ ચાવવાના ગેરફાયદા વિશે જાણો.

શું તમારું બાળક નખ ચાવે છે, તેનું કારણ શું છે?

image source

તમે એ જોયું જ હશે કે જ્યારે બાળકો બાલ્યાવસ્થામાં હોય છે, ત્યારે તેમને આ આદત હોતી નથી. પરંતુ, જેમ જેમ બાળકો મોટા થાય છે, બાળકોમાં નખ ચાવવાની આદત વિકસવા લાગે છે. કેટલાક બાળકો તણાવને લીધે નખ ચાવતા હોય છે. ઘણી વાર માતા-પિતા પણ આ આદતના વિકાસ માટે જવાબદાર હોય છે. પટણાના ઇન્દિરા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસના બાળ ચિકિત્સક ડો. શ્રીનિવાસન દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ઘણી વખત માતાપિતા બાળકોને નખ અથવા અંગૂઠો ચાવવાની ના પાડે છે અને અંગૂઠો મોંમાંથી નીકાળી દે છે, જેનાથી બાળક બીજી રીત શોધી લે છે.

બાળક નખ ચાવતું હોય તો, તેનાથી શું નુકસાન પહોંચી શકે છે?

image source

વધેલા લાંબા નખ મેલ અને ગંદકીથી ભરેલા હોય છે, જેને સતત ચાવવાથી બાળકોને ચેપ (Infection) લાગી શકે છે. નખને સતત ચાવવાના કારણે, આ ગંદકી સીધા જ બાળકના પેટમાં જાય છે. જેના કારણે પેટની અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે, જેમ કે પેટમાં અસ્વસ્થતા, ઉલટી અને ઝાડા થવા વગેરે નખ ચાવવાથી થતી સામાન્ય સમસ્યાઓ છે.

જો બાળક નખ ચાવતું હોય, તો આ આદતમાંથી કેવી રીતે છુટકારો મેળવવો?

નીચે કેટલીક સરળ ટિપ્સ આપી છે, જેનાથી તમે તમારા બાળકની નખ ચાવવાની આદત ઘટાડી શકો છો.

તે શોધવાનો પ્રયાસ કરો કે બાળકને આ આદત કેમ છે

image source

જો કોઈ પણ આદત પર સમયસર પાબંધી મુકવામાં આવે, તો તે નાબૂદ થઈ શકે છે. બાળકોની આ આદતનો અભ્યાસ કરવા અને તેના સમાધાન શોધવા માટેના મૂળને જાણવાનો પ્રયાસ કરો. આવી આદત બાળકને બોલવા કે ઝઘડવાથી દૂર થશે નહીં. જો તમારા બાળકને નખ ચાવવાની આદત પડી ગઈ છે, તો પછી તમે તેને કોઈ રમતમાં વ્યસ્ત રાખી શકો છો, જેથી તે નખ ચાવવા વિશે વિચારશે જ નહીં.

શરૂઆતમાં જ બાળકને રોકો

બાળકો ખૂબ નાના હોય કે થોડા મોટા, ખરાબ આદત તેઓ ધીરે ધીરે જ શીખે છે. તેથી બાળકોના નખ ચાવવાની અને ખાવાની આદતને સમાપ્ત કરવા માટે, શરૂઆતમાં, તેને રોકો અને પ્રેમથી સમજાવો કે આ ગંદી આદત તેમના માટે કેવી રીતે નુકસાનકારક છે. આ માટે તમે તેમને નખની ગંદકી અને તેના ચેપ વિશે કહી શકો છો. તેથી જો તમારું બાળક નખ ચાવે છે, તો શરૂઆતથી જ બાળકને આ કરવાનું મનાઈ કરો.>

હાથને મોંથી દૂર કરવાને બદલે તેને રમત કે કામમાં વ્યસ્ત રાખો

image source

તમે જોયું જ હશે કે જ્યારે બાળકો ફ્રી હોય છે અથવા કોઈ કામમાં વ્યસ્ત ન હોય, ત્યારે તેઓ તેમના નખ ચાવવાનું શરૂ કરે છે. આને અવગણવા માટે, બાળકો તરફ ધ્યાન આપો અને તેમના હાથને વ્યસ્ત રાખવામાં તેમની મદદ કરો. આ માટે, તમે તમારા બાળકોને કોઈ રમકડું લાવી આપી શકો છો, જેથી તેઓ રમકડામાં જ વ્યસ્ત રહશે અને નખ ચાવવાનું ભૂલી જશે.

બાળકની ખરાબ આદતો પર ધ્યાન આપવું

નખ ચાવવા એ એક ખરાબ આદત છે, પરંતુ આ સિવાય, જો તમારું બાળક અન્ય ઘણી આદતોથી ટેવાયેલ છે, તો પછી તમે બાળકને આ આદતોના નુકશાન વિશે સમજાવી શકો છો. તમારું નખને વારંવાર ચાવવાની મનાઈ કરવી કે ટોકવું ખરાબ લાગી શકે છે, તેથી બાળકને યોગ્ય રીતે અને પ્રેમથી નખ ચાવવાના નુકશાન વિશે કહો. ધીરે ધીરે, તે તમારી વાત સમજી શકશે અને નખ ચાવવાનું બંધ કરશે.

બાળક નખ ચાવતું હોય છે, આ આદતની સાથે, બાળકોમાં કેટલીક અન્ય આદત પણ હોઈ શકે છે. આ ખરાબ આદતોમાં સામેલ છે.

– આંગળી અથવા અંગૂઠો ચૂસવાની આદત

– કોઈપણ રમવાની વસ્તુઓ મોંમાં નાખવાની અથવા તેને ચૂસવાની આદત

– વાળ ખેંચવાની આદત

– નાકમાં આંગળી નાખવાની આદત (Nose picking)

– હોઠ અથવા ગાલની અંદરના ભાગને ચૂસવાની આદત

– પેન્સિલ અથવા કપડાં ચાવવાની આદત

– દાંત પીસવા કે રગડવાની આદત

બાળક નખ ચાવે છે, તો તેનાથી થતી સમસ્યા શું છે?

જો બાળક નખ ચાવે છે તો તેનાથી નીચેની સમસ્યાઓ બની શકે છે. જેમ કે-

image source

ઘણી વાર આપણે એવું વિચારી લઈએ છીએ કે બાળકના નખ નાના છે અને તેમાં ગંદકી નથી, જો કે, એવું હકીકતમાં હોતું નથી. હકીકતમાં, તમે બાળકના હાથ કેટલીય વાર પણ ધોવો કે સાફ કરો, પરંતુ આ સૂક્ષ્મજીવાણુઓ નખની અંદર છુપાયેલા હોય છે અને બાળકોના નખ ચાવતી વખતે, આંગળી અથવા અંગૂઠો ચૂસતી વખતે આ સૂક્ષ્મજીવાણુઓ સરળતાથી પેટમાં પહોંચી જાય છે. આવી સ્થિતિમાં બાળક બીમાર પડી શકે છે. તેથી, જો બાળક નખ ચાવે છે અથવા કોઈ અન્ય આદતથી ટેવાયેલો છે, તો તેને પ્રેમથી તેના નુકશાન વિશે સમજાવો અને આ આદતથી દૂર કરો.

image source

નખ ચાવવાથી પરોનિચિયાની (Paronychia) સમસ્યા થઈ શકે છે. પરોનિચિયાના લક્ષણો સરળતાથી સમજી શકાય તેવા છે. જો પેરોનીચીયાની સમસ્યા હોય, તો નખના ભાગો લાલ થવા, સોજો આવવો અથવા ત્વચા નીકળવાની સમસ્યા પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં પણ, જો તમે અથવા તમારું બાળક નખ ચાવો છો, તો ચેપનું જોખમ ખૂબ વધી શકે છે અને તમને શારીરિક સમસ્યા પણ અનુભવાય છે.

ઘણી વખત, સ્ત્રીઓ નેઇલપેન્ટ્સનો ઉપયોગ પોતે કરતી હોય છે ત્યારે બાળકોની આંગળીઓ પર પણ નેઇલપેઇન્ટ્સ લગાવે છે. આવી સ્થિતિમાં, જો બાળક નખ ચાવે છે, તો કેમિકલ્સ તેના પેટમાં સરળતાથી પહોંચી શકે છે. જેના કારણે બાળક બીમાર પણ પડી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત