આ તસ્વીરમાં છુપાયેલા છે 6 મોટા મોટા બોલિવૂડ સેલિબ્રિટી, તમે ઓળખી શકો તો ઓળખી બતાવો

જૂની તસવીરો ખૂબ જ ખાસ હોય છે કારણ કે તે તસવીરોમાં ઘણી વાર્તાઓ છુપાયેલી હોય છે. એ તસવીરો જોશો તો તમને હજારો વાર્તાઓ સાંભળવા મળશે. બોલિવૂડ સેલેબ્સની થ્રોબેક તસવીરો પણ અવારનવાર વાયરલ થાય છે અને તે તસવીરોમાં બોલિવૂડ સ્ટાર્સનો વર્ષો જૂનો લુક દરેકને આશ્ચર્યચકિત કરી દે છે. હવે વધુ એક તસવીર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે અને આ તસવીરમાં એક નહીં, બે નહીં પરંતુ બોલિવૂડના 6-6 મોટા સ્ટાર્સ હાજર છે.

image source

ફરાહ ખાને આ તસવીર તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે અને આ તસવીર બોલિવૂડ સ્ટાર્સથી ભરેલી છે. શું તમે ઓળખી શકો છો કે આ ફોટામાં કોણ છે ? ચાલો તમને જણાવીએ. ફરાહ ખાનની આ તસવીરમાં ધ્યાનથી જોશો તો કરણ જોહર, શાહરૂખ ખાન, ફરાહ ખાન, અનિલ કપૂર, સંજય કપૂર અને સલમાન ખાન જોવા મળે છે અને તે બધા ડાન્સ કરી રહ્યાં છે…

આ તસવીર શેર કરતા ફરાહ ખાને જણાવ્યું છે કે આ તસવીર સંજય કપૂર અને મહિપ કપૂરની સંગીત સેરેમનીની છે. જેમાં સ્ટારનો મેળો જામ્યો હતો. આ સમારોહમાં બોલિવૂડના તમામ સેલેબ્સ પહોંચ્યા હતા. તે જ સમયે, અનિલ કપૂરની પત્ની સુનીતા કપૂર અને સંજય કપૂરની પત્ની મહિપ કપૂર પણ આ તસવીરમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Farah Khan Kunder (@farahkhankunder)

ફરાહ ખાને શેર કરેલી થ્રોબેક તસવીર પર બોલિવૂડ સેલેબ્સની કોમેન્ટ્સ પણ આવી રહી છે. સુનીતા કપૂરે આના પર ટિપ્પણી કરી – ફેબ, જ્યારે મહિપ કપૂરે લખ્યું – લવ ઈટ. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ પણ બોલિવૂડ સેલેબ્સની આ સ્ટાઇલને ખૂબ પસંદ કરી રહ્યા છે.