આગાહી સાચી પડી, ડાંગ-વલસાડમાં મેઘરાજાની થઈ ગઈ ધમાકેદાર એન્ટ્રી, હજુ ચાર દિવસ આવી જ બેટિંગ કરશે

વલસાડ જિલ્લામાં મધ્ય રાત્રિએ વરસાદનું આગમન થયું હતું. વલસાડ શહેર તેમજ આજુબાજુનાં વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની શરૂઆત થતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી તો શહેરમાં મધ્યરાત્રીએ ધોધમાર વરસાદને લઈ વીજ કંપની દ્વારા કરવામાં આવેલી કામગીરીની પોલ ખુલી પડી ગઈ હતી.

image source

સમગ્ર વલસાડ શહેરમાં એક સાથે વીજ પ્રવાહ ખોરવાયો હતો. શહેરમાં વીજ કંપની દ્વારા પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવી નથી જેને લઈને પ્રથમ વરસાદે વીજ કંપનીના કર્મચારીઓને દોડતા કરી દીધા હતા. તો બીજી તરફ શહેરના છીપવાડ તેમજ મોગરાવાડી અંડરપાસમાં પણ પાણી ભરાવો થયો હતો. જેને લીધે વાહન ચાલકો પરેશાનીમાં મુકાયા હતા. વલસાડ પંથકમાં પડેલા વરસાદને લઈને લોકોએ કાળઝાળ ગરમીથી રાહત મેળવી હતી. જ્યારે કેરીના પાક અને ઉનાળુ પાક ઉપર નભતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો.

image source

આગામી ચાર દિવસ વરસાદની આગાહી

શનિવાર: અમદાવાદ, આણંદ, વડોદરા, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી

રવિવાર: અમદાવાદ, આણંદ, વડોદરા, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી

સોમવાર: અમદાવાદ, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, દીવ

મંગળવાર: અમદાવાદ, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, દીવ