આ ચોખા ખાવાથી શુગરથી લઇને કોલેસ્ટેરોલ વધતું નથી, આ દેશોમાં થાય છે સપ્લાય, PM મોદી પણ કરી ચૂક્યા છે વખાણ

ખાવામાં ચોખાનું નામ સાંભળતાં જ સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ લોકોને વધુ વજન અને શુગર વધવાનું જોખમ સતાવવા લાગે છે, પરંતુ ચંદોલીના શુગર ફ્રી બ્લેક રાઈસ નો સ્વાદ હવે આ લોકો પણ લિજ્જત થી માણી શકે છે. એનાથી આરોગ્ય પણ બગડતું નથી.

image source

વિશેષ ઔષધીય ગુણો થી ભરપૂર આ ચોખા ની સતત માગ વધી રહી છે. હાલના સમયમાં એશિયા, ઓસ્ટ્રેલિયા અને યુરોપમાં એનો સપ્લાય થાય છે, જ્યારે યુપીના 14 જિલ્લામાં પણ તેનાં ઉત્પાદન ની પ્રક્રિયા અપનાવવામાં આવી રહી છે.ઉત્તરપ્રદેશમાં ચંદૌલીએ પોતાની એક ખાસ ઓળખ બનાવી છે. શુગર ફ્રી બ્લેક રાઈસને કારણે ચંદૌલી ને એકવાર ફરી અનાજનો કટોરો કહેવામાં આવી રહ્યું છે.

image source

2018 માં પહેલાં કેટલાક જ ખેડૂતોએ તેની ખેતી કરી, પરંતુ 2020 સુધી જિલ્લામાં વિશાળ સ્તરે ખેડૂતો આ ચોખા ની ખેતી સાથે જોડાયા અને લાભ મેળવી રહ્યા છે. ચંદૌલી થી બીજ મેળવીને યુપીના 14 જિલ્લામાં હવે તેની ખેતી થઈ રહી છે.

ચંદૌલીના ડીએમ સંજીવ સિંહે જણાવ્યું હતું કે જિલ્લામાં શુગર ફ્રી બ્લેક રાઈસ ની નિકાસથી ખેડૂતોની આવકમાં વધારાને વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ પણ વખાણ કર્યા છે. યુએનડીપીએ પણ શુગર ફ્રી બ્લેક રાઇસની ખેતી બાબતે ચદૌલીના ખેડૂતોના વખાણ કર્યા છે.

યુએનડીપીના રેંકિંગમાં બીજું સ્થાન

image source

શુગર ફ્રી બ્લેક રાઈસ ને કારણે જનપદ ચંદૌલી સમગ્ર દેશમાં બીજુ નું સ્થાન મેળવ્યું છે. યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી) એ મહત્ત્વકાંક્ષી જિલ્લાઓમાં નીતિ આયોગનાં વિવિધ પરિમાણો પર 2018 થી 2020 દરમિયાન વિવિધ તબક્કામાં ઉત્કૃષ્ટ કામગીરીને કારણે ચાંદૌલી જિલ્લાને ટોચનું બીજું સ્થાન આપવામાં આવ્યું છે.

આ રીતે થઈ ચંદૌલીમાં બ્લેક રાઇસની શરૂઆત

2018 માં મણિપુર રાજ્યના તત્કાલીન ડીએમ નવનીત સિંહ ચહલે પોતાના પ્રયત્નો થી શુગર ફ્રી બ્લેક રાઈસનાં સેમ્પલ ના બીજ મગાવ્યાં હતાં. શુગર ફ્રી બ્લેક રાઈસ ની ખેતી કૃષિ વિભાગ દ્વારા જિલ્લાના માત્ર ત્રીસ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. વર્ષ 2019 માં જિલ્લામાં એક હજાર થી વધુ ખેડૂતો એ શુગર ફ્રી બ્લેક રાઇસનું ઉત્પાદન કર્યું હતું. ચોખાની અન્ય જાતોના ઉત્પાદનને કારણે શુગર ફ્રી બ્લેક રાઈસ ના ઉત્પાદનમાં ખેડૂતોને પડતર પણ ઓછી થઈ છે.

વડાપ્રધાને ચૂંટણી દરમિયાન ઉલ્લેખ કર્યો હતો

2019 ની લોકસભાની ચૂંટણી દરમિયાન ચંદૌલીના ધનાપુરમાં ચૂંટણી સભા દરમિયાન વડાપ્રધાન મોદી એ શુગર ફ્રી બ્લેક ચોખા ની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે ચંદૌલી સહિત પૂર્વાંચલ નો આ વિસ્તાર ડાંગરના પાક માટે પ્રખ્યાત છે, અહીં શુગર ફ્રી બ્લેક ચોખા ખૂબ ચર્ચામાં છે.

કાળા ચોખાનો ઇતિહાસ

image source

જુદા જુદા પોષક તત્વો થી ભરપુર, કાળા ચોખાનો ઈતિહાસ ખુબ વિશાળ અને જાણવા જેવો છે. એશિયા મહાદ્વીપમાં ચોખા મુખ્ય ખોરાક તરીકે ખાવામાં આવે છે. જુના સમયમાં ચીનના એક ખુબ નાના ભાગમાં ચોખા ની ખેતી કરવામાં આવતી હતી અને આ ચોખા માત્ર અને માત્ર રાજા માટે થતા હતા.

આમ તો હાલમાં તેની ઉપર કોઈ પ્રકારનો પ્રતિબંધ નથી તેમ છતાં પણ સફેદ અને બ્રાઉન ચોખા ની તુલના માં તેની ખેતી ખુબ જ ઓછી છે. અને અમુક જ લોકો તેના વિષે જાણે છે. જયારે આ બીજા ચોખાની તુલના માં આરોગ્ય માટે વધુ ફાયદાકારક છે.

કાળા ચોખા ખાવાના ફાયદા :

જેમ કે અમે તમને પહેલા જણાવી ગયા છીએ કે કાળા ચોખાને તેના પોષક ગુણો ના લીધે ઓળખાય છે. કાળા ચોખા એન્ટી-ઓક્સીડેંટ ના ગુણો થી ભરપુર હોય છે. જણાવી દઈએ કે એન્ટી-ઓક્સીડેંટ આપણા શરીરમાં રહેલા ઝેરીલા પદાર્થો ને બહાર કાઢવામાં મદદ કરનાર હોય છે.

image source

અમ તો કોફી અને ચા માં પણ એન્ટી-ઓક્સીડેંટ મળી આવે છે, પણ કાળા ચોખા માં તેનું પ્રમાણ સૌથી વધુ હોય છે. તેનાથી તે શરીર ને ડીટોક્સ કરે છે, જેનાથી ઘણી જાતની બીમારીઓ અને આરોગ્ય સબંધી તકલીફો દુર રહે છે. માટે તેને કેન્સરના ઈલાજ માટે સૌથી વધુ ઉપયોગી માનવામાં આવે છે. હાઇ બ્લડપ્રેશર, હાઇ કોલેસ્ટેરોલ, અર્થરાઈટિસ એલર્જી જેવા રોગોમાં લડવા મદદરૂપ છે. એ ડાયાબિટીસ જેવી બીમારીઓ સામે લાદવામાં પણ ખૂબ જ મદદરૂપ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત