આને કહેવાય નસીબ, વ્યક્તિએ ખરીદ્યો જૂનો કબાટ, ખોલતાં જ મળ્યા 1 કરોડ રૂપિયા

પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે એક વ્યક્તિએ સેકન્ડ હેન્ડ કબાટ ખરીદ્યો અને તેને ઘરે લાવ્યો. પરંતુ, તેને ખોલતાની સાથે જ તે ચોંકી ગયો હતો. વાસ્તવમાં કબાટમાંથી એક કરોડ રૂપિયાથી વધુની રોકડ નીકળી હતી. તમને જણાવી દઈએ કે તેણે આ કબાટ ઓનલાઈન સાઈટ eBay પરથી ખરીદ્યો હતો.

image source

આ વ્યક્તિનું નામ થોમસ હેલર છે, જે જર્મનીના બિટરફિલ્ડનો રહેવાસી છે. એવું કહેવાય છે કે થોમસે રસોડામાં વસ્તુઓ રાખવા માટે સેકન્ડ હેન્ડ કબાટ ખરીદ્યું હતું. આ માટે તેણે 19 હજાર રૂપિયા ચૂકવ્યા હતા. પરંતુ કબાટ ખોલતાની સાથે જ તેની આંખો ફાટી ગઈ હતી. હકીકતમાં, તેને આ કબાટની અંદરથી બે બોક્સ મળ્યા, જે ખોલ્યા પછી તેની અંદરથી 1 કરોડ 19 લાખ રૂપિયા રોકડા નીકળ્યા. જો કે, થોમસે પૈસા પોતાના ખિસ્સામાં રાખવાને બદલે તેને સ્થાનિક પોલીસને સોંપી દીધા જેથી પૈસા તેના મૂળ માલિક પાસે જાય.

પોલીસે તપાસ કરી અને જાણવા મળ્યું કે આ પૈસા હેલ સિટીમાં રહેતી 91 વર્ષીય વૃદ્ધ મહિલાના છે. તેમના પૌત્રએ કબાટ વેચી દીધો હતો. પરંતુ વૃદ્ધ મહિલાએ તેમાં રોકડ રાખ્યા હતા તેની તેને ખબર નહોતી.

image source

નોંધનીય છે કે જર્મનીમાં ખોવાયેલા પૈસા તમારી પાસે રાખવા એ ગુનો છે. જો તે દોષિત સાબિત થાય તો તેને 3 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. જો કે કાયદો એવો પણ છે કે જે લોકો ઈમાનદારીથી પૈસા પરત કરે છે તેમને ઈનામ પણ મળે છે. આ કિસ્સામાં, કુલ રકમના 3% થોમસને પુરસ્કાર તરીકે આપવામાં આવ્યા હતા. તેને સાડા ત્રણ લાખથી વધુ રૂપિયા મળ્યા.