આપણા પડોશમાં પેટ્રોલના ભાવમાં એકસાથે 30 રૂપિયાનો વધારો, 179ને પાર પહોંચી ગયો, જાણો ડીઝલના કેટલા

આર્થિક સંકટથી પરેશાન પાકિસ્તાન સરકારે ગુરુવારે તમામ પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતમાં 30 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવાની જાહેરાત કરી છે. પાકિસ્તાનના નાણા મંત્રી મિફતાહ ઈસ્માઈલે અહી એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે આ નિર્ણય ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) પ્રોગ્રામના પુનરુત્થાનને સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યો છે.

image source

સરકારના આ નિર્ણય બાદ હવે પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત 179.86 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 174.15 રૂપિયા પ્રતિ લીટર, કેરોસીન 155.56 રૂપિયા પ્રતિ લીટર અને લાઇટ ડીઝલ 148.31 રૂપિયા પ્રતિ લીટર થશે. વધેલી કિંમતો આજથી લાગુ થશે.

image source

નાણામંત્રીએ કહ્યું કે પાકિસ્તાન સરકાર પાસે કિંમતો વધારવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તેમણે કહ્યું કે નવી કિંમતો છતાં સરકારને ડીઝલ પર પ્રતિ લિટર રૂ. 56 નું નુકસાન થઈ રહ્યું છે.