આવું કરવા માટે શિલ્પાની કારમાં ઘુસી ગયો શખ્સ, અભિનેત્રીનો પિત્તો ગયો અને એવી ફટકાર લગાવી કે બીજો કોઈ હિંમત નહીં કરે

શિલ્પા શેટ્ટી ઘણીવાર સ્કૂલની બહાર તો ક્યારેક રેસ્ટોરન્ટમાં દીકરી સમીશા સાથે જોવા મળે છે. તેમની દીકરી હવે અઢી વર્ષની થઈ છે. તાજેતરમાં જ શિલ્પા શેટ્ટી અભિનેત્રી સ્મૃતિ ખન્નાની દીકરી અનાયકાના જન્મદિવસની પાર્ટીમાં પહોંચી હતી. આ દરમિયાન શિલ્પાની પુત્રી પણ તેની સાથે હતી. પાર્ટીમાંથી બહાર નીકળતી વખતે અચાનક શિલ્પા સાથે આવી ઘટના બની, જેને જોઈને માત્ર અભિનેત્રી જ નહીં આસપાસના લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા.

image source

ખરેખર, શિલ્પા શેટ્ટી સ્મૃતિ ખન્નાની પાર્ટીમાંથી બહાર આવતાની સાથે જ તે અને તેની પુત્રી સમિષા મીડિયામાં ઘેરાઈ ગઈ હતી. મીડિયાએ શિલ્પા અને તેની પુત્રીના ફોટા લેવાનું શરૂ કર્યું. આ દરમિયાન જ્યારે શિલ્પા તેની કારમાં બેઠી ત્યારે એક વ્યક્તિ સમિષા સાથે તસવીર લેવા તેની કારમાં ઘુસ્યો. આ જોઈને શિલ્પા શેટ્ટી ચોંકી ગઈ હતી. તેણે તે વ્યક્તિને ઠપકો આપ્યો અને કહ્યું – અરે તમે શું કરી રહ્યા છો.

જણાવી દઈએ કે વીડિયોમાં સમિષા સફેદ ફ્રોકમાં જોવા મળી રહી છે, જ્યારે શિલ્પા શેટ્ટીએ મલ્ટી કલરનો પ્રિન્ટેડ કોર્ડ સેટ અને સફેદ શર્ટ પહેરેલ છે. આ સાથે સમિષાએ તેના વાળમાં એક સુંદર ફૂલ લગાવ્યું છે. પાર્ટી છોડ્યા પછી, સમિષા મીડિયાને પ્રેમથી અલવિદા કરતી જોવા મળે છે. લોકોને સમિષાની આ ક્યૂટ સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)

વર્ક ફ્રન્ટ પર, શિલ્પા શેટ્ટી હાલમાં ટેલેન્ટ રિયાલિટી શો ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં જજ તરીકે જોવા મળે છે. શિલ્પા સાથે, આ શોમાં કિરોન ખેર, ગીતકાર મનોજ મુન્તાશીર અને રેપર બાદશાહ પણ જજ તરીકે છે. આ સિવાય શિલ્પા શેટ્ટી ટૂંક સમયમાં ફિલ્મ ‘નિકમ્મા’માં જોવા મળશે. આમાં તેની સાથે ભાગ્યશ્રીનો પુત્ર અભિમન્યુ પણ કામ કરી રહ્યો છે.