દૂધમાં કોળાના બીજ અને મધ ભેળવીને પીવો, રોજ સેવન કરવાથી થશે આ જબરજસ્ત લાભો

દૂધમાં મેળવો કોળાના બીજ અને મધ – રોજ સેવન કરવાથી થશે આ જબરજસ્ત લાભો

કોળાના બીજ જેને પપંકીન સિડ્સ પણ કહેવાય છે તેને ખાવાથી શરીરને અઢળક લાભ મળે છે, જેમ કે બ્લડ શુગર લેવલ કંટ્રોલ થાય છે, વજન ઘટાડવામાં મદદ મળે છે, તેમજ હૃદયના સ્વાસ્થ્ય ને પણ તે સુરક્ષિત રાખે છે. કોળાના બીજનું સેવન એ સવારના નાશ્તાનો એક અત્યંત સ્વસ્થ વિકલ્બપ છે. કોળાના બીજના લાભ ગજબના છે, પણ જો તમે કોળાના બીજમાં આ બે હેલ્ધી વસ્તુઓ ઉમેરી દેશો તો તેની શક્તિ બેગણી વધી જશે. સ્વાસ્થ્ય માટે પંપકિન સીડ્સના લાભ ત્યારે વધી જાય છે જ્યારે તેમાં દૂધ ને ભેળવવામાં આવે છે. આ સાથે જો તેમાં એક ચમચી મધ ઉમેરી દેવામા આવે તો તમારો આ સવારનો નાશ્તો એક સૂપર ફૂડ જ સાબિત થશે.

image source

દૂધમાં ભરપુર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે તો વળી કોળાના બીજમાં પણ અગણિત તત્ત્વો મળી આવે છે જે ઘણી બધી બીમારીઓથી તમારા શરીરને રક્ષણ પુરુ પાડે છે. તેવામાં કોળાના બીજના પોષક તત્ત્વ દૂધ સાથે મળીને એક એવું સંયોજન બનાવે છે જે સ્વાસ્થ્ય માટે લાભપ્રદ સાબિત થઈ શકે છે. બોડી બિલ્ડિંગ કરનારા લોકો માટે આ એક હેલ્ધી ડ્રિંક છે અને તે ખૂબ લાભપ્રદ પણ છે. રોજ રાત્રે સુતા પહેલાં કોળાના બીજવાળા દૂધને પીવાથી તમને તેના અઢળક લાભ મળે છે. તો ચાલો જાણીએ તેના શરીરને થતાં ખાસ લાભો વિષે.

કિડની બને છે સ્વસ્થ

image source

કિડની આપણા શરીરનો એક અત્યંત જરૂરી ભાગ છે. કિડનીને હેલ્ધી રાખવી ખુબ જરૂરી છે. જો તમે રોજ આ ડ્રિંકનું સેવન કરશો તો તમારી કિડની સ્વસ્થ બનશે. ઘણા લોકોને કિડની સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓ રહેતી હોય છે. જો દૂધમાં પંપકિન સિડને ઉમેરીને તેનું નિયમિત સેવન કરવામા આવે તો તમારી કીડનીઓ હંમેશા હેલ્ધી રહેશે.

હૃદય માટે છે અત્યંત લાભપ્રદ આ ડ્રિંક

image source

આજના જમાનામાં હૃદયની બીમારીઓ ખૂબ જ વધી રહી છે. ઘણા લોકો હૃદયના દર્દી છે. જો તમારા હાર્ટનો ખ્યાલ ન રાખવામા આવે તો આ સમસ્યા તમારા માટે મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે. કોળાના સીડ્સમાં હાજર કાર્ડિયોપ્રોટેક્ટિવ એક્ટિવિટી હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. જો રોજ દૂધમાં કોળાના બીજને ઉમેરીને તેમાં મધ ઉમેરીને તેનું સેવન કરવામાં ન આવે તો તમારું હૃદય હંમેશા સ્વસ્થ રહે છે.

બ્લડ શુગર માટે છે લાભપ્રદ

image source

શરીરમા બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહેવું ખુબ જરૂરી છે. કારણ કે બ્લડ શુગર નિરંકુશ થઈ જાય તો ડાયાબિટિસની સમસ્યા ઉભી થાય છે અને જો એકવાર ડાયાબિટિસ થઈ જાય તો તે આખી જિંદગી રહે છે. તેવામાં આ ખાસ ડ્રિંકનું સેવન તમારા બ્લડ શુગરના સ્તરને અંકુશમાં રાખવામાં મદદ કરે છે. કોળાના બીજ બ્લડ શુગર મેન્ટેઇન કરવા માટે જાણીતા છે.

સારી ઉંઘ મળે છે

image source

આજકાલ સારી ઉંઘ ન આવવી એ સામાન્ય લોકોની એક મોટી સમસ્યા છે. જોકે તેની પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે છે. કેટલાક લોકોને રાત્રે ઉંઘ આવવામાં ખૂબ મુશ્કેલીઓ નડતી હોય છે. કેટલાકને માનસિક તાણના કારણે ઉંઘ નથી આવતી હોતી. આ પિણાનું નિયમિત સેવન કરવાથી ઉંઘ સારી આવે છે. જો તમે રોજ સુતા પહેલાં આ ડ્રિંકનુ સેવન કરશો તો તમને તેમાં ઘણી મદદ મળશે. અને એક સ્વસ્થ ઉંઘ તમારા સંપુર્ણ સ્વાસ્થ્ય માટે લાભપ્રદ હોય છે.

પૌરુષ શક્તિને વધારે છે

image source

પંપકિન સીડ્સમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનને વધારવાના ગુણો હોય છે જે પુરુષના યૌન સ્વાસ્થ્ય માટે ઘણા જરૂરી હોય છે. રોજ કોળાના બીજ અને દૂધના મિશ્રણનું સેવન કરવાથી શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે. આ ડ્રીંકમાં મધ પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે જે પુરુષના સ્વાસ્થ્યને વેગ આપે છે. દૂબળા પાતળા પુરુષો માટે આ ડ્રિંક લાભપ્રદ સાબિત થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત