એસિડીટીની તકલીફથી હેરાન થઇ ગયા છો? તો આજથી જ તમારા ડાયટમાં સામેલ કરી દો આ સુપર ફુડ્સ

મિત્રો, આ એસીડીટીની સમસ્યા એ હાલ પ્રવર્તમાન સમયમા સામાન્ય બની ચુકી છે. વિશ્વમા ડર બીજો વ્યક્તિ આ સમસ્યાથી પીડાતો હોય છે. આ સમસ્યા ઉદ્ભવવા પાછળનુ મુખ્ય કારણ આપણી ફૂડ પેટર્ન અને આપણી રોજીંદા જીવનશૈલી છે.પીઝા , પાસ્તા અને સમોસા બર્ગર જેવા જંકફૂડનુ વધુ પડતુ સેવન અને બહારનો વધુ પડતો તીખો અને તળેલો ખોરાક તેનુ મુખ્ય કારણ છે. આ સિવાય રાત્રે મોડે સુધી ઉજાગરા અને સવારે મોડા ઉઠવાની ટેવ પણ પાચન પર ખુબ જ વધારે પડતી ખરાબ અસર કરે છે.

image source

જે લોકોને આખા દિવસમા ચાર થી પાંચ વાર કે તેથી પણ વધુ વાર ચા કે કોફી પીવાની આદત હોય તો તે પણ આ એસીડીટીની સમસ્યાથી પીડાઈ શકે છે. જમીને તરત સુઈ જવાની આદતથી પણ તમે એસીડીટીની સમસ્યાથી પીડાઈ શકો છો. જો તમે પાણીનુ ઓછુ સેવન કરો તો પણ તમને આ એસીડીટીની સમસ્યા થઇ શકે છે. આમ, એસીડીટીની સમસ્યા થવા પાછળ અનેકવિધ કારણો જવાબદાર હોય શકે છે, તો આજે આ લેખમા અમે તમને આ સમય્સ્માથી મુક્તિ મેળવવા માટેના અમુક વિશેષ ઉપાયો વિશે માહિતી આપીશુ.

કેળાનુ સેવન કરો :

image source

જો તમે તમારા સવારના નાસ્તામા આ ફળનો સમાવેશ કરો તો તમે આ સમસ્યામાંથી તુરંત મુક્તિ મેળવી શકો છો.

નારિયેળ પાણીનુ સેવન કરો :

image source

આ વસ્તુ પણ તમારી એસીડીટીની સમસ્યાને દૂર કરવા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે, આ વસ્તુમા પ્રાકૃતિક આલ્કલાઇન સમાવિષ્ટ હોય છે, જે તમારી આ એસીડીટીની સમસ્યાને દૂર કરવામા સહાયરૂપ સાબિત થઇ શકે છે.

ગોળનુ સેવન કરો :

image source

ઘણા લોકોને જમ્યા પછી કઈક ગળ્યુ ખાવાની ટેવ હોય છે અને તે ટેવ ખુબ જ સારી છે. જો કોઈ વ્યક્તિ એસીડીટીની સમસ્યાથી પીડાતો હોય તો તેણે ભોજન કર્યા બાદ તુરંત આ વસ્તુનુ સેવન કરવુ જેથી, આ સમસ્યા તુરંત દૂર થાય.

અજમા,તુલસી અને ફુદીનાનુ સેવન કરો :

image source

આ ત્રણ આયુર્વેદિક વસ્તુઓ તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. તમે તેનો જુદી-જુદી રીતે ઉપયોગ કરી શકો છો. તે તમારી એસીડીટીની સમસ્યાને જડમુળથી દૂર કરી દેશે.

વરિયાળીનુ સેવન કરો :

image source

આપણે ત્યા ભોજન કર્યા બાદ વરિયાળી ખાવાની પૌરાણિક પરંપરા છે કારણકે, તે તમારી એસીડીટીની સમસ્યાને દૂર રાખીને તમારા પાચનતંત્રને ચોખ્ખુ રાખે છે માટે જ જમ્યા પછી વરિયાળી ખાવાનુ ક્યારેય પણ ભૂલશો નહી.

સફેદ કોળાના જ્યુસનુ સેવન કરો :

image source

આ વસ્તુ ઉત્તર ભારતમા ખુબ જ વધારે પડતી જોવા મળે છે. તેનુ જ્યુસ આપણા માટે ખુબ જ ગુણકારી સાબિત થાય છે. નિયમિત વહેલી સવારે આ જ્યુસનુ સેવન કરશો તો એસીડીટીની સમસ્યા થશે નહી.

શક્ય તેટલુ વધારે પાણીનું સેવન કરો :

image source

પેટમા રહેલી એસીડની બળતરાને દૂર કરનારી દવાઓની સરખામણીમા પાણી ખુબ જ વધારે અસરકારક સાબિત થાય છે. શક્ય બને તેટલુ વધારે પાણીનુ સેવન કરવુ જેથી, તમે આ એસીડીટીની સમસ્યામાંથી તુરંત મુક્તિ મેળવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત